Rainfall: રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા, ગરમી ઓછી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
Rainfall: ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે રાજ્યભરમાં અખ્યારે વરસાદ (Rainfall) થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલી, ઉમરાળા, ભાવનગર, સુરત, ધારી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મળતી વિગતો પ્રમાણે ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયા છે. આ સાથે સાથે અમરેલી જિલ્લાના વાતાવરણ પણ ફેરફાર થયો અને વરસાદ આવી રહ્યો છે. અમરેલીના મોટાભાગના તાલુકા મથકો પર શરૂ વરસાદ થયો છે.
લીલીયાના ગામડાઓમાં વરસાદ થતા નાની નદીઓ વહેતી થઈ
નોંધનીય છે કે, અમરેલીના લીલીયા પંથકમા વરસાદની શરૂઆત શરૂ થઈ ગઈ છે. લીલીયા ગ્રામીણના નાના કણકોટ, શાખપુર, નાના રાજકોટ સહિતના ગામમો વરસાદ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વિગતો એવી પણ સામે આવ છે કે, લીલીયાના ગામડાઓમાં વરસાદ થતા નાની નદીઓ વહેતી થઈ છે. વરસાદી માહોલને પહેલા વાતાવરણમાં ઠંડક પ્રસરેલી પણ અનુભવાઈ હતી. નોંધનીય છે કે, ભાવનગરના ઉમરાળામાં પણ વરસાદ થયો છે. આ સાથે ત્યા વરસાદ સાથે ઉમરાળા શહેરમાં મિની વાવાઝોડું પણ આવ્યું છે.
વૃક્ષો હાઇવે પર ધરાશાઈ થતાં વાહન વ્યવહાર અટવાયો
મળતી વિગતો પ્રમાણે ઉમરાળા કેન્દ્રવર્તી શાળા નંબર ૧ માં વાવાઝોડાના કારણે પતરા ઊડી ગયા હતા. આ સાથે શાળાની બિલ્ડિંગના પતરાઓ ઊડી જતાં ભારે નુકસાની થયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઉમરાળા શહેરના રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા હતા. નોંધનીય છે કે, ભારે પવન અને વરસાદ થતા મસમોટા વૃક્ષો હાઇવે પર ધરાશાઈ થતાં વાહન વ્યવહાર અટવાયો છે. આ સાથે સ્થાનિક લોકો તેમજ પોલીસ દ્વારા હાઇવે પરથી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બોટાદ શહેરમાં પણ ભારે પવન વચ્ચે વાતાવરણમાં જોવા મળ્યો પલટો
રાજ્યમાં વરસાદ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે, બોટાદ શહેરમાં પણ ભારે પવન વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મળતી વિગતો પ્રમાણે બોટાદ શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન વચ્ચે વરસાદી ઝાપટું આવ્યું છે. જેથી ભારે ગરમી વચ્ચે વરસાદ આવતા બાળકોએ પણ વરસાદની મજા માણી હતી. બોટાદ શહેરના ગઢડા રોડ, ભાવનગર રોડ, જ્યોતિગ્રામ સર્કલ, પાળીયાદ રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.નોંધનીય છે કે, વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.