બિપોરજોયને કારણે ઠેર ઠેર વીજળીના થાંભલા ધરાશાયી, યુદ્ધના ધોરણે રિકવરની કામગીરી શરૂ
બિપોરજોય વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીને લઈને બેઠક યોજાઈ હતી.ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીની સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેંટર પર આ બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો વિશે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.આ સાથે જ મુખ્યમંત્રી દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓની સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી.
મહત્વનું છે કે કચ્છમાં છેલ્લા 2 કલાકમાં 78 મીમી આશરે 4 ઈંચ આસપાસ વરસાદ થયો છે અને હજુ પણ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. તો બીજી તરફ જામનગર, દ્વારકા તેમજ પોરબંદર સહિતના જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે વીજ પોલ ધરાશાયી થયા છે. જેના પગલે વીજળી ગૂલ થઈ છે અને અંધારપટ્ટ છવાઈ ગયો હતો.
જામનગરમાં ભારે પવન સાથે વરસાદના કારણે 400થી વધુ ફીડર બંધ થયા છે. જેના પગલે 246 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે.
#WATCH | Gujarat: Trees uprooted and property damaged in Naliya amid strong winds of cyclone 'Biparjoy' pic.twitter.com/d0C1NbOkXQ
— ANI (@ANI) June 16, 2023
નલિયા સહિત પોરબંદરમાં વીજ પુરવઠો બંધ થયો હતો. મોરબીના નવલખીના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાના પગલે કોસ્ટલ વિસ્તારની અંદર આવતા 45 ગામમાં અંધારપટ છવાઈ ગયો છે. નવલખીના કાંઠા વિસ્તારના 100 સહિત 300 વીજપોલ ધરાશાયી છે.
આ સિવાય દ્વારકામાં 700 જેટલા વિજપોલ પડ્યા છે તેમજ અસંખ્ય વૃક્ષ ધારાશાયી થયા છે. ત્રણ લોકો ઇજા થઇ છે જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, દક્ષીણ રાજસ્થાન બાજુ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપોરજોય લેન્ડફોલ થયું ત્યારે કચ્છમાં 118 કિમી સુધીની હવાની ગતિ હતી. ત્યારે આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વધુ વરસાદ થશે.
મહત્વનું છે કે, બિપોરજોયના લીધે જે પણ કઈ નુકસાન થયું છે તેના કારણે આજથી ડેમેજ રિકવરીની કામગીરી શરુ કરવામાં આવશે. તો અનુકૂળ સ્થિતિ મુજબ સેલ્ટર હોમમાં રહેલા લોકોને પાછા મોકલવામાં પણ નિર્ણય લેવાશે.
આ પણ વાંચો : Cyclone Biporjoy : લેન્ડફોલ બાદ આ પડકારોનો સામનો કરવો પડશે