Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cyclone Biparjoy : પાકિસ્તાનમાં વાવાઝોડાનું રિપોર્ટિંગ કરતા રિપોર્ટરે દરિયામાં માઈક લઈને મારી છલાંગ, Video

પાકિસ્‍તાની રિપોર્ટર ચાંદ નવાબે ઈદ પર કરેલું રિપોર્ટિંગ આજે પણ યાદગાર છે. હવે જયારે સમગ્ર દેશ ચક્રવાત બિપોરજોયને લઈને હાઈ એલર્ટ પર છે, ત્‍યારે વધુ એક ‘ચાંદ' નવાબની રિપોર્ટિંગ લોકોને હસાવી રહી છે. પાકિસ્તાનમાં પણ આ તોફાનને જોતા સિંધ પ્રાંતમાં...
12:52 PM Jun 15, 2023 IST | Dhruv Parmar

પાકિસ્‍તાની રિપોર્ટર ચાંદ નવાબે ઈદ પર કરેલું રિપોર્ટિંગ આજે પણ યાદગાર છે. હવે જયારે સમગ્ર દેશ ચક્રવાત બિપોરજોયને લઈને હાઈ એલર્ટ પર છે, ત્‍યારે વધુ એક ‘ચાંદ' નવાબની રિપોર્ટિંગ લોકોને હસાવી રહી છે. પાકિસ્તાનમાં પણ આ તોફાનને જોતા સિંધ પ્રાંતમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાનના એક પત્રકારનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તોફાન વિશે ફની અંદાજમાં રિપોર્ટિંગ કરતી જોવા મળે છે.

મહત્વનું છે કે, ટ્‍વિટર પર હાલમાં એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આમાં એક પત્રકાર જે પોતાનું નામ અબ્‍દુર રહેમાન જણાવે છે, લોકોને તોફાનની રિપોર્ટિંગ કરવાની તેની સ્‍ટાઈલ ખૂબ જ ફની લાગી રહી છે. રિપોર્ટિંગ દરમિયાન તેઓ પાકિસ્તાનની સ્થિતિ વિશે જણાવી રહ્યા છે. પાકિસ્તાનના લોકોને શું તકલીફ હશે, તે રિપોર્ટિંગ દરમિયાન તેમને સમજાવતા દેખાય છે. વીડિયોમાં તે કહેતા જોવા મળે છે કે કેમેરામેન તમને બતાવશે કે વાવાઝોડાને કારણે બોટ કેવી રીતે કિનારે આવી ગઈ છે. આ કહેતાં જ તે માઈક સાથે પાણીમાં કૂદી પડે છે અને પાણીમાંથી જ તેની ઊંડાઈ બતાવે છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/06/pakistan-tofani-ripporter.mp4

દેશમાં ચક્રવાત બિયરજોયને જોતા ઘણા લોકોને સુરક્ષિત સ્‍થળોએ ખસેડવામાં આવ્‍યા છે. સિંધ જેવા પ્રાંતમાં આ વાવાઝોડું ગંભીર હોવાની આશંકા છે. બિપોરજોય અત્યંત ખતરનાક બની રહ્યું છે. ભારતની સાથે જ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 14 જૂને બિપોરજોય ચક્રવાતના લેન્ડફોલની આગાહી કરવામાં આવી છે. તેને જોતા સિંધ પ્રાંતના હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સિંધ પ્રાંતના વિવિધ વિસ્તારો ઉપરાંત થટ્ટા, સુજાવલ અને બદીનના હજારો લોકો ચક્રવાતના વિનાશથી બચવા માટે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ પહોંચી ગયા છે.

આ પણ વાંચો : Cyclone Biporjoy: દેવભૂમિ દ્વારકામાં ઘરે-ઘરે તપાસ કરીને કુલ 181 સગર્ભા મહિલાઓને ટ્રેક કરાઈ

Tags :
Bhupendra PatelBiparjoyBiparjoy CycloneCMCycloneCycloneAlertDwarkaGandhidhamGomti GhatGujaratJakhauKandla PortKutchPorbandarRAJKOTviral video
Next Article