Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિપરજોય વાવાઝોડાએ વેર્યો વિનાશ, કચ્છના નલિયામાં હજારો વૃક્ષો ધરાશાયી

બિપરજોય વાવાઝોડાએ ગુજરાતના કચ્છમાં જખૌ કાંઠે થઈને લેન્ડફોલ કર્યું છે. વાવાઝોડાને કારણે માંડવી, દેવભૂમિ દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારતીય...
બિપરજોય વાવાઝોડાએ વેર્યો વિનાશ  કચ્છના નલિયામાં હજારો વૃક્ષો ધરાશાયી
Advertisement

બિપરજોય વાવાઝોડાએ ગુજરાતના કચ્છમાં જખૌ કાંઠે થઈને લેન્ડફોલ કર્યું છે. વાવાઝોડાને કારણે માંડવી, દેવભૂમિ દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાનું કેન્દ્ર (I) લગભગ 50 કિમીની ત્રિજ્યામાં ફેલાયેલું છે. મળતી માહિતી અનુસાર, બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. જેમા કચ્છમાં પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.

કચ્છના નલિયામાં હજારો વૃક્ષો ધરાશાયી

Advertisement

કચ્છના નલિયામાં હજારો વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. 'બિપરજોય' વાવાઝોડાએ કચ્છવાસીઓને 25 વર્ષ જૂની કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીં અનેક વૃક્ષોની સાથે વિજપોલ પણ ધરાશાયી થયાના અહેવાલ છે. વળી ઓખા અને માંડવીની વાત કરવામાં આવે તો છેલ્લા 18 કલાકથી અહીં વિજળી ગુલ થઇ છે. જોકે, સદનસીબે હજી જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. મોરબીમાં પણ વાવાઝોડાને કારણે અનેક વીજ થાંભલા તૂટી ગયા છે, જેના કારણે માળીયા તાલુકાના 45 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. મોરબીના EXN જેસી ગોસ્વામીએ જણાવ્યું હતું કે અમે 9 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરી રહ્યા છીએ, બાકીના ગામોમાં વીજળી આવી ગઈ છે.

Advertisement

ક્યારે નબળું પડશે બિપરજોય?

શુક્રવાર સુધીમાં બિપરજોયની લગભગ તમામ ઉર્જા ખતમ થઈ જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તોફાન નબળું પડવા લાગશે. જોકે, તેની અસર આગામી બે-ત્રણ દિવસ સુધી રહેવાની સંભાવના છે. જણાવી દઇએ કે, લેન્ડફોલની પ્રક્રિયા પછી, ચક્રવાતને પોતાને ટકાવી રાખવા માટે પૂરતો ભેજ મળતો નથી. આવી સ્થિતિમાં, તે ઝડપથી તેની શક્તિ ગુમાવે છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતી કહે છે, "પવનની ગતિ ધીમે ધીમે ઘટશે અને શુક્રવાર સાંજ સુધીમાં તે લગભગ સામાન્ય થઈ જશે."

આ પણ વાંચો - બિપરજોયની અસર, 900 થી વધુ ગામોમાં અંધારપટ, 2 લોકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×