Cyclone Biparjoy : વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી, Video વાયરલ
બિપોરજોય વાવાઝોડાને લઈને IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિમી દૂર છે. છેલ્લા છ કલાકમાં બિપોરજોય વાવાઝોડું ધીમુ પડ્યું છે. ત્યારે રાજકોટથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાવાઝોડાના કારણે ત્યાં રહેલા અનેક બાઈકો પડી જાય છે.
તમને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી છે. અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. લોધિકા, જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેતપુરમાં પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણ ઠંડુ બન્યું છે. દરિયાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
મહત્વનું છે કે, ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રસાશન દ્વારા લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. વાવાઝોડું ગુજરાત પહોંચતા બનશે વેરી સિવિયાર સાયક્લોન. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે. અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો : Cyclone Biparjoy : ભારે પવનના લીધે દ્વારકાધીશના મંદિર પરની ધ્વજા ખંડિત થઈ, ઈતિહાસમાં પહેલીવાર તૂટી આ પરંપરા