ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, હિમાચલ પ્રદેશમાં પૂરનો ભય

Heavy Rain : ભારતીય હવામાન વિભાગે (IMD) Delhi-NCR સહિત દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદ (Rain) નો એલર્ટ જાહેર કર્યો છે. IMDના અનુમાન અનુસાર, આગામી કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં મેઘા ખૂબ વરસશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ભારતના કેટલાક...
11:37 PM Jul 04, 2024 IST | Hardik Shah
Heavy Rain in North India

Heavy Rain : ભારતીય હવામાન વિભાગે (IMD) Delhi-NCR સહિત દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદ (Rain) નો એલર્ટ જાહેર કર્યો છે. IMDના અનુમાન અનુસાર, આગામી કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં મેઘા ખૂબ વરસશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ ઓછો વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ વધુ વરસાદ પડી રહ્યો છે. આસામમાં પૂરના કારણે હાહાકાર મચી ગયો છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે પૂરનો ભય છે. મેદાની વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દરમિયાન, હવામાન વિભાગે ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે વાદળો ક્યાં ક્યાં ભારે વરસાદ કરશે?

લોકોને મળી ગરમીથી રાહત

દેશના ઉત્તર વિસ્તારમાં ઘણા રાજ્યોમાં વરસાદે મુસિબતની શરૂઆત કરી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 4-5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) ની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હાલમાં મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં આજે પણ ઝરમર ઝરમર વરસાદ પડયો હતો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. આગામી 4-5 દિવસ સુધી આકાશમાં કાળા વાદળો રહેશે અને ઘણી જગ્યાએ વરસાદ પણ પડશે. શુક્રવારે પણ યુપી અને બિહારમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમમાં 6 જુલાઈ સુધી અને ઉત્તરાખંડમાં 7 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે. કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં 7 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આવતીકાલે પંજાબ, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદ પડી શકે છે.

આ રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ વખતે મુંબઈમાં પણ ભારે વરસાદ (Heavy Rain) ની સંભાવના છે. મહારાષ્ટ્રમાં ઘણા શહેરોમાં ભારે વરસાદની આગાહી છે. કર્ણાટક અને કેરળમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. ઉત્તર ભારતમાં પણ વરસાદી માહોલ રહેશે. દિલ્હીમાં આવનારા ઘણા દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ વરસશે. પંજાબ અને હરિયાણામાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આ રાજ્યોમાં ઠંડક રહેશે. ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, ગોરખપુર અને કાનપુરમાં વરસાદની સંભાવના છે. બિહારના પટના, ગયા, ભાગલપુર અને બિહારશરીફમાં પણ વરસાદ પડશે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી એનસીઆર અને પૂર્વ યુપીમાં વરસાદ પડ્યો હતો. અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, કોંકણ, ગોવા, કેરળ, માહે અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે.

આ પણ વાંચો - Bridge Collapsed : ચોમાસાની શરૂઆતમાં જ સ્થિતિ બેકાબૂ, એક જ દિવસમાં ત્રણ પુલ ધરાશાયી

આ પણ વાંચો - Assam માં Flood ના કારણે 48 લોકોના મોત, કાઝીરંગા નેશનલ પાર્કમાં 17 પ્રાણીઓ ડૂબ્યા, 72 ને બચાવાયા…

Tags :
forecastGujarat FirstHardik Shahheat waveheavy rainHeavy rainsheavy rains in North IndiaHimachal PradeshHot DayIMDindia meteorological departmentMonsoonMonsoon ForecastNorthwest IndiaRainRain-AlertRainfallRainsTemperatureWeather Alertweather forecastweather newsweather update
Next Article