Heavy Rain Update: મેઘરાજા થશે કોપાયમાન, કચ્છમાં ભારે વરસાદની આગાહી
Heavy Rain Update: ગુજરાતભરમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના 202 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે આ દરમિયાન કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે, ભારેથી અતિભારે વરસાદને પગલે NDRF ની ટિમ સ્ટેન્ડ બાય રખાઈ છે. નોંધનીય છે કે, કચ્છમાં ભારે વરસાદની આગાહીના પગલે એક NDRF ની ટીમ સ્ટેન્ડ બાય રખાવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારે વરસાદની આગાહી
નોંધનીય છે કે, ભારે વરસાદના પગલે 30 રેસ્ક્યુરની ટીમને માંડવી અને મુન્દ્રામાં પણ તૈનાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવાાં આવી છે. આ મામલે વિગતો આપતા એન.ડી.આર.એફ.ના અધિકારીએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાતચીત કરી છે. આઈએમડીના રિપોર્ટ પ્રમાણે માંડવી, મુન્દ્રા અને ગાંધીધામમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને NDRF ની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.
માંડવી, મુન્દ્રા અને ગાંધીધામમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ હોત તેવી વિસ્તારોમાં NDRF ની ટીમને સ્ટેન્ડ બાય રાખવામા આવતી હોય છે. આ દરમિયાન NDRF ની ટીમ લોકોને પાણીથી પ્રભાવિત વિસ્તારોમાં જઈને લોકો સાવચેત રાખવાની કામગીરી કરતું હોય છે. નોંધનીય છે કે, કચ્છમાં ભારે વરસાદની આગાહીને પગલે અત્યારે NDRF ની ટીમને તૈયાર કરી દેવામાં આવી છે તેવું NDRF ની ટીમના અધિકારીએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું.