Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઘણા શહેરો પાણીમાં થયા ગરકાવ

દેશના બે રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. વરસાદને કારણે અહીંના શહેરોના રસ્તાઓ પાણીમાં ઘરકાવ થઇ ગયા છે. ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને વલસાડ અને અમદાવાદમાં વરસાદના કારણે પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. અનારાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરો, દુકાનો, વાહનો અને સોસાયટીના પાર્કિંગમાàª
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઘણા શહેરો પાણીમાં થયા ગરકાવ
દેશના બે રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. વરસાદને કારણે અહીંના શહેરોના રસ્તાઓ પાણીમાં ઘરકાવ થઇ ગયા છે. ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને વલસાડ અને અમદાવાદમાં વરસાદના કારણે પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. અનારાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરો, દુકાનો, વાહનો અને સોસાયટીના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે. 
મેઘો એવો વરસ્યો કે લોકો ત્રાહિમામ પોકારી ગયા. ગુજરાતના ઘણા ગામડાઓમાં રહેતા લોકો વરસાદના કહેર વચ્ચે હેરાન-પરેશાન થઇ ગયા છે. જોકે, NDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. સોમવારે ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ ભારે વરસાદે તારાજી સર્જી છે. મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે છેલ્લા 24 કલાકમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે વરસાદથી પ્રભાવિત 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં અંબિકા નદીના કિનારે અચાનક પૂરના કારણે સરકારી કર્મચારીઓ અટવાઈ ગયા. વલસાડના કલેક્ટરે ભારતીય કોસ્ટગાર્ડને જાણ કરી મદદ માંગી હતી. ચેતક હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. 16 લોકોને બચાવી લેવાયા છે. 
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને જોતા આવતીકાલે 12મી જુલાઈ સુધી તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે મંગળવારે ઉત્તરાખંડ અને કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં અચાનક પૂરના કારણે તાપી જિલ્લાના પંચોલ અને કુંભિયા ગામને જોડતો પુલ ધોવાઈ ગયો હતો. ગુજરાતમાં અચાનક પૂરના કારણે તાપી જિલ્લાના પંચોલ અને કુંભિયા ગામને જોડતો પુલ ધોવાઈ ગયો હતો. 
Tags :
Advertisement

.