Gujarat Rain:રાજ્યમાં મેઘરાજાએ સર્જી તબાહી,જાણો ક્યાં કેટલો વરસ્યો મેઘો
- સવારથી જ રાજ્યના245 તાલુકામાં વરસાદ નોંધાયો
- રાજ્યના 90થી વધુ તાલુકામાં 1થી 6 ઈંચ વરસાદ
- રાજ્યની અનેક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ
Gujarat Rain: રાજ્યમાં તોફાની મેઘરાજાએ (Gujarat Rain)તબાહીની સ્થિતિ સર્જી છે, આજે સવારથી જ રાજ્યના 245 તાલુકામાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની અનેક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે શહેર જળબંબાકારની સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. રાજકોટના કોટડાસાંગાણી અને લોધિકા વિસ્તારમાં પણ સવારથી સાત ઈંચ વરસાદ પડ્યો છે, જેનાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોટીલા અને વંથલી સહિતના વિસ્તારોમાં પણ 4-4 ઈંચ વરસાદ
આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની ભારે તીવ્રતા જોવા મળી રહી છે. રાજ્યના જામનગર, કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના ચાર તાલુકામાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે તો અન્ય ચાર તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ અને બીજા ચાર તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ, 17 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ, 65 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ અને 133 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
Gujarat Rain: એક કલાકમાં જાણો સમગ્ર Gujarat નો ચિતાર, 232 રિપોર્ટરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ https://t.co/pZmdOhat3o
— Gujarat First (@GujaratFirst) August 27, 2024
આ પણ વાંચો - Gujarat Rain: વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી
વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો
ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં (Gujarat Rain)વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, દ્વારકા સહિત અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે અને જનજીવનને મોટી અસર પડી છે.
આ પણ વાંચો -Gujarat HeavyRain: અમદાવાદથી કચ્છને જોડતો નેશનલ હાઈવે થયો બંધ
રાજ્યમાં વરસાદની સ્થિતીને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ આપી માહિતી
રાજ્યમાં વરસાદની સ્થિતીને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ માહિતી આપી છે. રાહત કમિશ્નરે જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં 318 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચો -SURAT:ઉધના સ્ટેશન પર ટ્રેનના ડબ્બાં પાટા પરથી ઉતર્યા
NDRFની 14 અને SDRFની 22 પ્લાટૂન કાર્યરત
ત્યારે વરસાદના કારણે ત્રણ દિવસમાં 15 લોકોના મોત થયા થયા છે અને આ સિઝન દરમિયાન 112 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં વરસાદી આફત વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મીની 5 કોલમ કાર્યરત કરવામાં આવી છે, ત્યારે NDRFની 14 અને SDRFની 22 પ્લાટૂન કાર્યરત કરવામાં આવી છે. હાલમાં જામનગરમાં 2 એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે.