Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mundra Adani Port : 1 લાખની લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા

Mundra Adani Port : કેન્દ્ર સરકારના વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. મુંદ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) ખાતે ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓ ભય વિના ભ્રષ્ટાચાર આચરી રહ્યાંની ફરિયાદો અનેક કિસ્સાઓમાં પરોક્ષ રીતે જોવા મળે છે. કચ્છના બહુચર્ચિત સોપારી...
mundra adani port   1 લાખની લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા
Advertisement

Mundra Adani Port : કેન્દ્ર સરકારના વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. મુંદ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) ખાતે ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓ ભય વિના ભ્રષ્ટાચાર આચરી રહ્યાંની ફરિયાદો અનેક કિસ્સાઓમાં પરોક્ષ રીતે જોવા મળે છે. કચ્છના બહુચર્ચિત સોપારી તોડકાંડ (Sopari Todkand) નું કનેકશન જોઈએ તો તે પણ Mundra Adani Port અને Customs Department સાથે સીધી રીતે જોડાયેલું છે. દેશમાં ઠલવાતું ડ્રગ્સ કે અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ કે પછી કરચોરી માટે અપનાવતી રીતરસમમાં Mundra Adani Port ખાતે ફરજ બજાવતા કસ્ટમ વિભાગ (Customs Department) ના ભ્રષ્ટ અધિકારીઓ સીધી રીતે સામેલ છે. જેના અનેક ઉદાહરણ CBI, DRI અને Gujarat ACB એ કરેલા કેસ પરથી જાણી શકાય તેમ છે.લાંચ આપો નહીં તો કન્ટેનરમાંથી માલ નહીં નીકળેકચ્છ (Kutch) ના એક વેપારીએ કન્ટેનર ભરીને વિદેશથી ચામડાની હેન્ડ બેગો (Leather Hand Bag) આયાત કરી હતી. કન્ટેનર મુંદ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) ખાતે પહોંચતા કસ્ટમ કલીયરન્સ (Customs Clearance) માટે વેપારીએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન વેપારીને હેરાન પરેશાન કરી કસ્ટમ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ લાંચ માગી હતી. "લાંચ આપો નહીં તો કન્ટેનરમાંથી માલ નહીં નીકળે" તેવી આડકતરી ધમકી પણ આપી હતી. વેપારી લાંચ આપવા માટે તૈયાર ન હતા. જેથી તેમણે Gujarat ACB ના કચ્છ વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો અને ACB Trap (એસીબીએ છટકું) ગોઠવ્યું હતું.કસ્ટમના બે સુપ્રિટેન્ડન્ટ અને વચેટીયો ઝડપાયો  Mundra Adani Port ખાતે કચ્છ એસીબી (Kutch ACB) ના અધિકારીઓએ વેપારીને 1 લાખની રોકડ સાથે મોકલી આપ્યા હતા. ACB Trap માં સુપ્રિટેન્ડન્ટ ઑફ કસ્ટમ (Superintendent of Customs) શૈલેષ ગંગદેવ (Shailesh Gangadev) સુપ્રિટેન્ડન્ટ ઑફ કસ્ટમ પ્રિવેન્ટીવ (Superintendent of Customs Preventive) આલોક દુબે (Aalok Dube) અને કચ્છ મુંદ્રાનો રમેશ ગઢવી લાંચ કેસમાં સફળ રીતે ઝડપાઈ ગયા હતા. લાંચ સ્વીકારતી વખતે વેપારી સાથે શૈલેષ ગંગદેવ અને વચેટીયા રમેશ ગઢવીએ કન્ટેનર Mundra Adani Port ખાતેથી કાઢી આપવાની વાત કરી હતી. વાતચીત દરમિયાન શૈલેષ ગંગદેવે તેના સાથી કર્મચારી આલોક દુબે સાથે ફોન પર રૂપિયા અંગેની વાત કરી હતી.CBI નિષ્ક્રિય હોવાની વાતો ઊઠીગત સપ્ટેમ્બર મહિનામાં Mundra Adani Port ત્રાટકેલી CBI ની ટીમે જામનગર ખાતે કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ (Superintendent of Customs, Jamnagar) વતી બે લાખની લાંચ લેતા મળતીયાને ઝડપી લીધો હતો. લાંચ કેસમાં સપડાયેલા કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ અગાઉ કસ્ટમ ઇન્સ્પેક્ટર (Inspector & Dock Examiner, Mundra Port) ખાતે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે કસ્ટમ હાઉસ એજન્ટ (Custom House Agent) પાસે 7 લાખની લાંચ માગી હતી. Mundra Adani Port ખાતે બેફામ અને ભય વિનાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવા છતાં CBI નો એન્ટી કરપ્શન વિભાગ (Anti Corruption Division) નિષ્ક્રિય હોવાની વાતો ઊઠી છે. છેલ્લાં છએક વર્ષમાં CBI એ લાંચનો એક જ કેસ નોંધ્યો છે. Mundra Adani Port ખાતે ચાલી રહેલી ગોલમાલમાં Customs Department નો ભ્રષ્ટાચાર સૌથી વધુ જવાબદાર છે.

આ  પણ  વાંચો -GAMBLING TOURISM : સૌરાષ્ટ્ર અને મુંબઈથી આવેલા 19 જુગારીયાઓ ઝડપાયા

Advertisement

Advertisement

Tags :
Advertisement

Trending News

.

×