Bharuch : તાપમાનનો પારો 43 ડિગ્રીએ, શનિવારે વીજ કાપથી ભરૂચવાસીઓ બફાશે
ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી તાપમાનનો પાળો સતત ઊંચો જઈ રહ્યો છે ત્યારે શુક્રવારે પણ તાપમાનનો પારો 43 ડિગ્રી ઉપર રહ્યો હતો અને આખરી ગરમી અને આકાશમાંથી વરસતા અગન ગોળા વચ્ચે પણ ભરૂચના માર્ગો પણ સૂમસામ બન્યા છે ત્યારે સૌથી વધારે કફોડી હાલત મજૂરીયાત વર્ગોની જોવા મળી રહી છે
બપોરે સ્વયંભૂ જનતા કર્ફ્યૂ
ભરૂચ જિલ્લામાં સવારના 10 વાગ્યા બાદ તાપમાન સતત ગરમ બની રહ્યું છે અને સતત દિવસ દરમિયાન આકરા તાપ વચ્ચે પણ ભરૂચ શહેરમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો હોય જેને લઇ પોતાના કામકાજ અને રોજિંદા કામકાજ અર્થે નીકળતા લોકોએ પણ વૃક્ષનો સહારો લેવાની ફરજ પડી રહી છે ત્યારે ભરૂચમાં પણ જાહેર માર્ગો બપોરના સમયે વાહન વ્યવહાર વિના સૂમસામ બની રહ્યા છે.
ભરૂચમાં ગરમીનું પ્રમાણ વધ્યું
સાથે જ જાહેર માર્ગો ઉપર પણ ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત મળે તેવા પીણા જ્યુસ શેરડીનો રસ તરબૂચ સહિત ની હાટડીઓ પણ લાગી ગઈ છે પરંતુ સૂર્યદેવનો પ્રકોપ આકરો રહેતા સતત ભરૂચમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આકરા તાપના કારણે બેભાન થવું પ્રેશર વધુ સહિતા દર્દીઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે સૌથી વધારે કફોડી હાલત મજૂરીયાત વર્ગોની જોવા મળી રહી છે ત્યારે આકરા તાપ વચ્ચે પણ મજૂરીયાત વર્ગ પોતાની કામગીરી કરી રહ્યા છે.
ભરૂચ શહેર શનિવારે આકરી ગરમી વચ્ચે બફાશે
ભરૂચ જિલ્લામાં ઉનાળાની આંગળી ગરમી વચ્ચે 43 ડિગ્રીના તાપમાન વચ્ચે પણ વીજ કંપની દ્વારા શનિવારના રોજ વીજકાપ મૂકવામાં આવ્યો છે જેના કારણે આભમાંથી વરસતી આગ ઝરતી ગરમી વચ્ચે શહેરીજનો માટે અગ્નિપરીક્ષા રૂપ સાબિત થાય તો નવાઈ નહિ પરંતુ ભરૂચવાસીઓએ બફારો વેઠવાનો સમય આવી શકે છે.
આજનું તાપમાન
ભરૂચ જિલ્લામાં ગુરૂવાર 44.4 ડીગ્રી સાથે ભરૂચ જિલ્લાનો સૌથી બળબળતો દિવસ ઉનાળાની આ સીઝનમાં પુરવાર થયો હતો. આજે શુક્રવારે પણ ભરૂચનું મહત્તમ તાપમાન 44 ડીગ્રી રહ્યું હતું.આગ ઓકતી ગરમી વચ્ચે ભરૂચ શહેરમાં શનિવારે વીજ કંપની દ્વારા સવારે 7 થી બપોરે 1 કલાક સુધી વીજ કાપ લેવામાં આવ્યો છે.
6 કલાકનો વિજકાપ
શહેરના 6 ફીડર ઉપર પ્રિ મોન્સૂન કામગીરીને લઈ સમારકામ હાથ ધરવામાં આવનાર છે.જેને લઈ શનિવારે અંગ દઝાડતી ગરમીમાં 6 કલાક સુધી 6 ફીડર સોનેરી મહેલ, નવચોકી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, ફલશ્રુતિ, ટાવર અને એસ.ટી. બસ ડેપો પર આવેલા 60 થી વધુ વિસ્તારોના રહેણાંક, ઓફીસ, ફ્લેટ, કોમર્શિયલ વપરાશકર્તાઓને વીજળી નહિ મળે જેથી ભર ઉનાળે શહેરીજનોએ બફારો સહન કરવો પડશે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો : અમદાવાદના નહેરુ બ્રિજ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, પોલીસે તપાસ હાથ ધરી