Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાલાલે અતિભારે વરસાદની આગાહી કરી, આ તારીખથી પડશે ભર'પૂર' વરસાદ

ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે, ત્યારે વરસાદના બીજા રાઉન્ડની રાહ જોવાઇ રહી છે, એવામાં ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ભારે ચોમાસાની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 7 થી 12 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડશે....
અંબાલાલે અતિભારે વરસાદની આગાહી કરી  આ તારીખથી પડશે ભર પૂર  વરસાદ

ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે, ત્યારે વરસાદના બીજા રાઉન્ડની રાહ જોવાઇ રહી છે, એવામાં ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ભારે ચોમાસાની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 7 થી 12 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડશે. તો કેટલાક સ્થળોએ તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

Advertisement

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં બીજો રાઉન્ડ આજથી શરૂ થશે. આ રાઉન્ડ ગજબનો છે અને તેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે. આ વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ધમરોળશે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જાફરાબાદમાં ભારે પવન ફૂંકાશે. આ સાથે કોડિનાર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

આ સિવાય અંબાલાલ પટેલે ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો ભારે વરસાદના કારણે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારના ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર તથા કચ્છના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવા આવી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, અંબાલાલ પટેલે ચોમાસાના બીજા રાઉન્ડથી લઇને વરસાદની સમગ્ર પેટર્ન, દરિયામાં ઊભી થવા જઇ રહેલી સ્થિતિ અને ઓગસ્ટમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, તે અંગે જણાવ્યું હતું. આ વખતના ચોમાસાની પેટર્ન અલગ છે. દરમિયાન ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : શૂન્યમાંથી સર્જન કરનારા ભુપેશભાઈ પ્રજાપતિએ કેટરિંગ બિઝનેસને આપી છે નવી ઓળખ

Advertisement

Tags :
Advertisement

.