Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cyclone Biparjoy : સરકારનું આયોજન અને લેવાયેલા સાવચેતીના પગલાઓના કારણે રાજ્ય પરથી ટળી મોટી આફત

બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થયા બાદ હવે ધીમે ધીમે તેની કેવી અસરો થઇ તે સામે આવી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે લેન્ડફોલ બાદ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જોકે, તંત્ર આ માટે પહેલાથી જ તૈયારી હતું....
cyclone biparjoy   સરકારનું આયોજન અને લેવાયેલા સાવચેતીના પગલાઓના કારણે રાજ્ય પરથી ટળી મોટી આફત
Advertisement

બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થયા બાદ હવે ધીમે ધીમે તેની કેવી અસરો થઇ તે સામે આવી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે લેન્ડફોલ બાદ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જોકે, તંત્ર આ માટે પહેલાથી જ તૈયારી હતું. રાજ્ય સરકાર દ્વારા આયોજન અને લેવાયેલા સાવચેતીના પગલાઓ કારણે ગુજરાત પરથી મોટી આફત ટળી છે. વાવઝોડાની સંભવિત આફત અને અસરને લઇને રાજ્ય સરકારે 1 લાખ કરતા વધુ લોકોનું સ્થળાંતર કર્યું હતું. જણાવી દઇએ કે, રાજ્ય સરકારે વાવાઝોડાને પહોંચી વળવા સતત બેઠકો કરી અને તમામ પરિસ્થિતિની જાણકારી લીધી હતી.

ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત 8 જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી બેઠકની વિગતો આપતા મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકસાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી હતી.

Advertisement

Advertisement

  • સંભવીત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરીકોના સ્થળાંતરણની કામગીરી આટોપી લેવામાં આવી છે અને એકપણ નાગરિક આ વિસ્તારમાં  ફરકે નહીં તે માટે કાંઠાના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ સમયાંતરે સમીક્ષા બેઠકો કરી વાવાઝોડાની પળેપળની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત કામગીરીના કારણે મોટી આફત ટળી

બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ તબાહીની તસવીરો ધીમે ધીમે સામે આવી રહી છે. જોકે, પહેલાથી જ સરકાર દ્વારા આ આફતને પહોંચી વળવાની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. રાજ્ય સરકારના મંત્રીઓના ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારવામાં આવ્યા હતા. જોકે, રાજ્ય સરકારના જ નહીં પણ કેન્દ્ર સરકારના પણ મંત્રીઓ વાવાઝોડાની કામગીરીમાં જોડાયા હતા. ખુદ વડપ્રધાન મોદી ગુજરાતમાં આવેલી આફતને લઇને સતત ચિંતા કરતા રહ્યા હતા. કહેવાય છે કે, સરકાર વાયદાઓ તો કરે, દેખાડો તો કરે પણ સચ્ચાઈ તેનાથી વિપરિત જ હોય છે પરંતુ આ બિપરજોય વાવાઝોડા દરમિયાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ આફતના સમયે પોતાની જવાબદારી નિભાવી અને સંયુક્ત કામગીરી કરતા ગુજરાતીઓને પૂરતી તમામ પ્રકારની મદદ પહોંચાડી અને કરી હતી.

વડાપ્રધાન મોદીએ લીધી પળે પળની ખબર

વડાપ્રધાન મોદી બિપરજોય વાવાઝોડાને લઇને એટલા ચિંતિત છે કે તેઓ રાજ્ય સરકાર પાસેથી પળે પળની ખબર લઇ રહ્યા છે. આ પહેલા તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચિત કરી પરિસ્થિતિ કેવી છે તે વિશે જાણકારી લીધી હતી. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સતત ગુજરાતના વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. વાવાઝોડાને લઇને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કામગીરીની સમીક્ષા બેઠકો કરતા રહ્યા હતા અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

  • બિપોરજોયના સંભવિત પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે
  • બિપરજોયના જોખમને જોતા 69 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે  તો 32 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે
  • સંભવિત વાવાઝોડાના પરિણામે જનજીવન ઉપરાંત વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થઇ શકે છે. વન્યજીવોની સુરક્ષા-સલામતીને ધ્યાને લઇ વન વિભાગ દ્વારા ૧૮૦ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે.
  • રાજ્યમાં અત્યાર સુધીમાં વૃક્ષ ધરાશાયી થવાની ૪૦૦ ઘટનાઓ નોંધાઈ છે, તે તમામ વૃક્ષોને હટાવીને રસ્તાઓને ચાલુ કરી દેવામાં આવ્યા છે.
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ખાવા-પીવાની ચીજ-વસ્તુઓની કોઇ તકલીફ ન પડે તે માટે સેના ફૂડ પેક્ટેસ અને પાણીની બોટલ્સ સહિતની તમામ સામગ્રી સાથે તૈયાર છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૈયાર કરેલા સેફ્ટીપ્લાનના અમલમાં કોઇ ચૂક ન થાય તે માટે ખુદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીએ નુકસાન વિશે જાણો શું કહ્યું

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 'બિપરજોય' વાવાઝોડું ગુરુવારે સાંજે ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ ભારે પવનને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વૃક્ષો ધરાશાયી થયા હતા, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. કચ્છ જિલ્લાના જખૌ અને માંડવી નગરો પાસે અનેક વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલા ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે મકાનોના બાંધકામમાં વપરાતા ટીન શીટ ઉડી ગયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. સંઘવીએ કહ્યું કે, સાંજે 7 વાગ્યા સુધી વાવાઝોડા સંબંધિત ઘટનાઓને કારણે મૃત્યુના કોઈ સમાચાર નથી. તેમણે કહ્યું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વૃક્ષો પડવાથી ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલાઓને હટાવવાનું કામ કરી રહી છે.

  • ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી સહિત આઠ મંત્રીઓ છેલ્લા એક સપ્તાહથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ ઝીરો કેઝ્યુઆલિટી સુનિશ્ચિતિ કરવા પ્રયાસ કરી રહ્યા છે
  • રાજ્ય સરકારની સાથે-સાથે ભાજપનું સંગઠન પણ સીઆર પાટીલના નેતૃત્વમાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે છે
  • સૌરાષ્ટ્ર કે જ્યાં બિપરજોયની સૌથી વધુ અસર થવાની સંભાવના છે ત્યાં 95 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા છે
વાવાઝોડા બાદની સ્થિતને પહોંચી વળવા કરાયું હતું આગોતરું આયોજન 

આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પરિણામે સંબંધિત જિલ્લા તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો અપાયા હતા. સંભવિત વાવાઝોડાના પરિણામે જનજીવન ઉપરાંત વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થઇ શકે તેવી સ્થિતિમાં વન્યજીવોની સુરક્ષા-સલામતીને ધ્યાને લઇ વન વિભાગ દ્વારા 180 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ ઢોર ઢાંખર ખુલ્લા રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સંભવિત વાવાઝોડાથી અસરગ્રસ્ત થનારા જિલ્લાઓમાં વરસાદ કે ભારે પવનને કારણે વીજપૂરવઠો ખોરવાઇ જાય તો લોકોને પીવાનું પાણી સરળતાએ મળી રહે તે માટેની વ્યવસ્થાઓ પાણી પૂરવઠા વિભાગે ગોઠવી હતી. પાણી પૂરવઠાને વિપરીત અસર ન પડે અને વોટર સપ્લાય ચાલુ રહે તે માટે કુલ મળીને 25 જેટલા જનરેટર સેટ કચ્છ, દ્વારકા અને જામનગરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એેટલું જ નહીં, પાંચ ડિઝલ જનરેટર સેટ મોરબીમાં બેકઅપ તરીકે તૈયાર રાખવામાં આવ્યા હતા.

ચક્રવાત બિપરજોય આગળ શું કરશે, IMDએ જણાવ્યું

ભારતીય હવામાન વિભાગ (IMD) એ માહિતી આપી છે કે ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય આજે સવારે 2:30 વાગ્યે નલિયાથી 30 કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર કેન્દ્રિત છે. તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની અને 16 જૂનની સવાર સુધીમાં નબળું પડીને ચક્રવાતી તોફાનમાં અને તે જ સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાન પર ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની ધારણા છે. ઉલ્લેખયની છે કે, ગુજરાત બાદ હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વાવાઝોડાને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં આજે અને આવતીકાલે 16 અને 17 જૂને ભારે વરસાદ પડશે. વળી, વિભાગે એમ પણ કહ્યું છે કે આગામી ચાર દિવસ સુધી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તેમજ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે.

આ પણ વાંચો – બિપરજોયની અસર, 900 થી વધુ ગામોમાં અંધારપટ, 2 લોકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×