Rajkot GameZone : TPO સાગઠિયાની તપાસમાં વધુ 20 અધિકારીઓ પર પૂછપરછની તલવાર!
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP GameZone) મામલે વિવિધ ટીમ દ્વારા તપાસ હાલ પણ ચાલી રહી છે. ત્યારે આરોપી TPO મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. TPO સાગઠિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ નકલી મિનિટ્સ બુકમાં સહિ કરનારા 20 અધિકારીઓની પણ હવે પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ સામાજિક કાર્યકર દ્વારા ગેમઝોન અગ્નિકાંડમાં મળી આવેલા માનવ અવશેષોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મિનિટ્સ બુકમાં સહિ કરનારા અધિકારીઓની પૂછપરછ
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP GameZone) મામલે આરોપી TPO મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) તપાસમાં તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ બોગસ મિનિટ્સ બુકમાં જે 20 અધિકારીઓ સહિ કરી છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે એવી માહિતી છે. અહેવાલ અનુસાર, ટીપીઓ સાગઠિયા દ્વારા છટકબારી માટે મિનિટ્સ (minutes Book) બોલાવી અને અધિકારીઓની સહી કરાવી હતી. તપાસમાં 20 જેટલા કર્મચારીની સહી હોવાનું સામે આવ્યું છે. તમામને એક બાદ એક બોલવામાં આવશે.
સામાજિક કાર્યકરે માનવ અવશેષોના અંતિમ સંસ્કાર કર્યા
બીજી તરફ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અગ્નિકાંડમાં કેટલાક મૃતદેહ બળીને ભડથું થયા હતા. ઘટનાસ્થળેથી સળગીને કાળા પડી ગયેલા માનવદેહના અવશેષો મળી આવ્યા હતા, ઉપરાંત JCB થી સેડ દૂર કરતી વેળાએ પણ બળીને ખાખ થયેલા માનવ અવશેષો મળી આવ્યા હતા, જેને હવે સામાજિક કાર્યકર રમણીકભાઇ પરમાર (Ramnikbhai Parmar) દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Rajkot :અગ્નિકાંડમાં નવો ખુલાસો, પૂછપરછમાં ખોટી મિનિટ્સ નોટ રજૂ કરતા ગુનો નોંધાયો
આ પણ વાંચો - Rajkot: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, આર્કિટેક નીરવ વરૂ ઓફિસ છોડી ફરાર
આ પણ વાંચો - Surat: એક જ રાતમાં સળગી બે કંપનીઓ, લાખોનો સામાન બળીને ખાખ