જન્મદિવસની ઉજવણી માનવસેવા, વૃક્ષારોપણ જેવા કાર્યો કરીને સમાજને અનોખુ ઉદાહરણ પુરું પાડ્યું
નવદુર્ગા નવરાત્રી મંડળના પ્રેરક અને સામાજિક સેવાકીય પ્રવૃતિ સાથે હંમેશા સંકળાયેલા માધાપર ના રાહબર અરજણભાઈ ભુડીયાના જન્મદિવસ નિમિત્તે માધાપર ખાતેના નવાવાસ વિસ્તારમાં શ્રી ગણેશ મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.અરજણભાઈ ભુડીયાના 60 માં જન્મદિવસ નિમિત્તે ભુજ શહેરની ભાગોળે આવેલા પાલારા નજીક રામદેàª
Advertisement
નવદુર્ગા નવરાત્રી મંડળના પ્રેરક અને સામાજિક સેવાકીય પ્રવૃતિ સાથે હંમેશા સંકળાયેલા માધાપર ના રાહબર અરજણભાઈ ભુડીયાના જન્મદિવસ નિમિત્તે માધાપર ખાતેના નવાવાસ વિસ્તારમાં શ્રી ગણેશ મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
અરજણભાઈ ભુડીયાના 60 માં જન્મદિવસ નિમિત્તે ભુજ શહેરની ભાગોળે આવેલા પાલારા નજીક રામદેવ સેવાશ્રમમાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજન જમાડવામાં આવ્યા હતા આ તકે માધાપર ના આગેવાન રમેશભાઈ વોરા ,સંજયભાઈ ભુડિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સામાજિક આગેવાન અરજણભાઈ ભુડીયા એ પોતાના જન્મદિવસની ઉજવણી માનવસેવા કાર્યોમાં કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે દરેક લોકો પોતાના જન્મદિવસની ઉજવણી માનવસેવા કાર્યમાં કરે તો એક લોક ઉપયોગી કાર્ય ઘણી શકાય તેમ છે.જન્મદિન નિમિતે સ્વાનોને રોટલાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અરજણભાઈ ભૂંડીયા હાલમાં માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવે છે તેમજ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સક્રિય સભ્ય છે આ ઉપરાંત તેઓએ અત્યાર સુધી માધાપર ગામના વિકાસમાં સિંહ ફાળો તેમનો રહ્યો છે કોઈપણ સામાજિક કામ હોય કે આરોગ્ય કક્ષાનું કામ હોય તેઓ હંમેશા ખડે પગે રહે છે લોકોના કામો માટે હંમેશા તેઓ તત્પર રહે છે આ ઉપરાંત તેઓએ કોરોના કાળમાં પણ સારી એવી કામગીરી કરી હતી આ ઉપરાંત ગામમાં પાણી ગટર લાઈટ કે પછી કોઈ અન્ય કોઈ કામો હોય તો તેઓને હંમેશા સક્રિય રહે છે.
કોઈપણ જાતના ભેદભાવ વગર લોકોના કામો કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જીવદયા ક્ષેત્રે પણ તેઓએ અનેકવિધ કામગીરી કરી છે માધાપર ઉપરાંત કચ્છ જિલ્લાના કોઈપણ સામાજિક શૈક્ષણિક કામો હોય તો તેઓ હંમેશાં તત્પર રહે છે શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓએ સારી એવી કામગીરી કરી છે.