દિવાળીના તહેવારોમાં સુરતનો ફાયર વિભાગ સજ્જ, જાણો કેવી છે તૈયારી
આમ તો સુરત (Surat)માં અવારનવાર આગની ઘટના બનતી હોય છે,પરંતુ જ્યારે દિવાળી (Diwali)નો તહેવાર આવે ત્યારે આગની ઘટનામાં વધારો થતો હોય છે. સુરતનો તક્ષશિલા કાંડ અને કોરોનામાં હોસ્પિટલમાં આગ લાગતાં ભડથું બનેલા લોકો ભુલાય એમ નથી. દિવાળીના તહેવારોનો પ્રારંભ થયો છે ત્યારે સુરતના ફાયર વિભાગે પણ આગના બનાવોને અંકુશમાં લેવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. આ દિવાળીમાં ફાયર વિભાગની શું તૈયારી છે?દિવાળીમાà
આમ તો સુરત (Surat)માં અવારનવાર આગની ઘટના બનતી હોય છે,પરંતુ જ્યારે દિવાળી (Diwali)નો તહેવાર આવે ત્યારે આગની ઘટનામાં વધારો થતો હોય છે. સુરતનો તક્ષશિલા કાંડ અને કોરોનામાં હોસ્પિટલમાં આગ લાગતાં ભડથું બનેલા લોકો ભુલાય એમ નથી. દિવાળીના તહેવારોનો પ્રારંભ થયો છે ત્યારે સુરતના ફાયર વિભાગે પણ આગના બનાવોને અંકુશમાં લેવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.
આ દિવાળીમાં ફાયર વિભાગની શું તૈયારી છે?
દિવાળીમાં ફટાકડાના કારણે અથવા શોર્ટ સર્કીટથી જો એક સાથે બે જગ્યા ઉપર આગ લાગે તો ફાયરના જવાનો પાસે એનું શું પ્લાનિંગ છે, શું તમામ ઘટનાઓને પહોંચી વળવા પૂરતા સાધનો છે કે કેમ તે સહિતના મુદ્દે ગુજરાત ફર્સ્ટે મનપાના ફાયર વિભાગ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.મનપાના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ અને ફાયર અધિકારી એસ.જી. ધોબી એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વખતે કોરોનામાં ઘટાડો થતા સરકારે છૂટછાટ આપી છે જેથી લોકો પણ તહેવાર માનવવાના ફૂલ મૂડમાં જણાઇ રહ્યા છે પરંતુ મનપાનું ફાયર વિભાગ એક એવું વિભાગ છે જે દર દિવાળીના તહેવારમાં ખડે પગે કામ કરે છે અને આ વખતે પણ લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે તે માટે ફાયર વિભાગ રેડી રહેશે.
ફાયરના જવાનોની રજાઓ કેન્સલ
24 કલાક ફાયરના જવાનોને સ્ટેન્ડબાય રહેવા સૂચના અપાઈ છે.સાથે દિવાળીમાં તમામ કર્મચારીઓને હાજર રહેવા અને તેમની રજાઓ કેન્સલ થઈ હોવાની પણ તેમને જાણ કરાઇ છે.
આધુનિક સાધનો સાથે જવાનો સજ્જ
12 કલાકની શિફ્ટના આધારે ફાયર કર્મચારીઓ કામ પર હાજર રહેશે, જેને ધ્યાને રાખી દિવાળીના 3 દિવસ માટે ફાયરના તમામ જવાનોની રજાઓ પણ રદ કરવામાં આવી છે. 900 થી વધુ જવાનોનો ફાયર વિભાગમાં સમાવેશ થયો છે. આગના બનાવોને રોકવા ફાયરના આધુનિક સાધનો સાથેની તૈયારી રાખવામાં આવી છે. હાઇડ્રોલિક લેધર,રોબોટ કેમેરા,સહિતના આધુનિક સાધનો કામમાં લેવાશે. શહેરના અલગ અલગ વિભાગ પાસેથી જેસીબી અને ટેન્કર પણ એડવાન્સમાં મંગાવી લેવામાં આવ્યા છે.
8 ઝોનમાં 10 સ્થળોએ ટીમો રહેશે
આ દિવાળીએ મનપાનું ફાયર વિભાગ રેડી જોવા મળી રહ્યું છે. આગની કોઈ પણ ઘટના ન બને તેની પુરી તકેદારી રાખવામાં આવશે. સાથે જ આઠ ઝોનના વિવિધ 10 સ્થળો નક્કી કરી ત્યાં ટીમ તૈનાત કરવામાં આવશે. 55 થી 60 જેટલી ફાયરની ગાડીઓ તૈયાર રખાશે,જેથી સુરતીઓ શાંતિથી પોતાનો તહેવાર ઉજવી શકે.
આ પણ વાંચો---દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતા બે પોલીસકર્મીઓએ લીધી મોટી રકમ, ઝોન 4 DCP ને જાણ થતા જ..
Advertisement