Rajkot GameZone Tragedy : TP સાગઠિયા સાથે સંકળાયેલ 6 કોર્પોરેટર-નેતાઓ પર તપાસની તલવાર!
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot GameZone Tragedy) મામલે તપાસનો ઘમઘમાટ યથાવત છે. આ કેસમાં હવે રાજકોટના 6 કોર્પોરેટર અને નેતાઓની પૂછપરછ થઈ શકે છે. માહિતી મુજબ, TP અધિકારી સાગઠિયા સાથે સાંઠગાંઠ ધરાવનાર કોર્પોરેટર અને નેતાઓની પૂછપરછ કરવામાં આવી શકે છે. જો કે, ક્યાં નેતાનું નામ સાગઠિયા લેશે તેને લઈ નેતાઓમાં દોડાદોડી મચી છે.
રાજકોટના કોર્પોરેટર અને નેતાઓની પૂછપરછ
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot GameZone Tragedy) મામલે હવે રાજકોટના 6 કોર્પોરેટર (Rajkot corporator) અને નેતાઓની પૂછપરછ થઈ શકે છે. માહિતી મુજબ, ગમે ત્યારે નેતાઓના નામ SIT માં ખૂલવાની સંભાવના છે. TP અધિકારી સાગઠિયા સાથે સાંઠગાંઠ ધરાવનાર કોર્પોરેટરની સાથે નેતાઓની પણ પૂછપરછ થઈ શકે છે. TP મનોજ સાગઠિયા સાથે અનેક જગ્યાએ નેતાઓ સંકાયેલ હોવાથી તેમની પૂછપરછ થઈ શકે છે.
કયા નેતાનું નામ સાગઠિયા લેશે તેને લઈ નેતાઓમાં દોડાદોડી
ત્યારે હવે TP અધિકારી સાગઠિયાને લઈ નેતાઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે. તપાસમાં ક્યાં નેતાનું નામ સાગઠિયા લેશે તેને લઈ નેતાઓમાં દોડાદોડી જોવા મળી રહી છે. બે વાર તોડવા ગયેલા TP ના અધિકારીઓને કયાં નેતાના ફોન આવ્યાં અને તોડવાની કામગીરી કોના કહેવાથી અટકાવી ? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ ગેમઝોનના સંચાલક સહિત જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ગેમઝોન અગ્નિકાંડ મામલે આગળની તપાસમાં વધુ મોટા નામ સામે આવશે તેવી વકી છે.
આ પણ વાંચો - Kutch: સામખયારીથી રાધનપુર જતા હાઈવે પર અક્સ્માત, 6 લોકોનું ઘટના સ્થળે જ મોત
આ પણ વાંચો - AHMEDABAD : પાક. થી હુમલો કરવાનું કાવતરું! આ રીતે અમદાવાદમાં હથિયાર મોકલાયા
આ પણ વાંચો - Banaskantha : ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં કારની ટક્કરે બે બાળકોના મોત