Rajkot: 50 ડિગ્રી તાપમાન પણ સહન નથી થતું ત્યાં 800 ડિગ્રી ગરમીનું નિર્માણ થયું હતું!
Rajkot TRP Game Zone: રાજકોટ અગ્નિકાંડમાં 33 લોકો જીવતા હોમાયા છે. ગેમ ઝોનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, ત્યાથી નીકળું ખરેખર અઘરૂ હતું. અત્યારે અગ્નિકાંડની તપાસ માટે થઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે. પ્રાથિમિક જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ ત્યા 800 ડિગ્રીથી પણ વધારે ગરમી પેદા થઈ હતી. અહીં માત્ર 50 ડિગ્રીમાં પણ માનવીનું શરીર સેકાઈ જાય છે તો 4 હજાર ડિગ્રી તાપમાનમાં ત્યાના લોકોની હાલત કેવી થઈ હશે. નોંધનીય છે કે, આટલી ગરમીના કારણે ગેમ ઝોનમાં લોખંડના સ્ટ્રક્ચરના ગડર અને પાઈપો પણ વળી ગઈ હતી. આવી સ્થિતિમાં ત્યા બાળકો અને લોકોની હાલત કેવી થઈ હશે! આ વિચારીને કોઈનો પણ આત્મા કકળી ઉઠે.
ગેમ ઝોનમાં જવા માટે પ્લાસ્ટિકના કાર્ડ આપવામાં આવ્યા હતા
તમને જણાવી દઇએ કે, આટલી વિકરાળ આગમાં કેટલાક લોકોના મૃતદેહોના અવશેષો પણ બળીને ભસ્મ થઈ ગયા હશે તેવું અધિકારીઓ દ્વારા અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જો કે, આ મામલે ખુલીને વાત કરવા માટે કોઈ અધિકારી તૈયાર નથી. સૂત્રો દ્વારા એવી જાણકારી સામે આવી છે કે, ગેમ ઝોનમાં જવા માટે બધાને પ્લાસ્ટિકના કાર્ડ આપવામાં આવ્યા હતા, પરંતુ આગના કારણે કાર્ડથી દરવાજા ખુલ્યા જ નહોતા. નોંધનીય છે કે, અત્યારે આ બાબતે લોકોની સાથે વાતચીત કરવામાં આવી રહીં છે.
બાળકો રમી રહ્યા હતા ત્યા જ વેલ્ડિંગનું કામ ચાલતું હતું
ગેમ ઝોનના સંચાલકો માટે લોકોના જીવની કોઈ જ કિંમત નહોતી. તેમને તો માત્ર પૈસા જ છાપવા હતા. કારણ કે, જ્યા બાળકો રમી રહ્યા હતા ત્યા જ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. નોંધનીય છે કે, જ્યા વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યા જ્વલનશીલ પદાર્થ રાખેલા હતા. મળતી જાણકારી પ્રમાણે વેલ્ડિંગ ચાલતું હતું ત્યા નજીકમાં પેટ્રોલ, પ્લાસ્ટિક, રબર, યુફોર્મ અને ફોર્મ જેવા પદાર્થ રાખવામાં આવેલા હતા. એનો અર્થ એવો થયો કે, અહીં લોકોની સુરક્ષા માટે કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. જોકે, અત્યારે તો તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ સંચાલકોની એક બેદરકારી 33 લોકોની જિંદગીને ભરખી ગઈ. હવે ગમે તેટલા પૈસા ખર્ચવા છતાં પણ તે લોકો પાછા આવી શકે તેમ નથી.
આગમાં મૃતહેદો પણ બળીને ભસ્મ થઈ ગયા હશે
નોંધનીય છે કે, આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં 800 ડિગ્રી તાપમાન પેદા થયું હતું. જેમાં અનેક લોકો હોમાયા છે. તેની પાછળ ગેમ ઝોનના સંચાલકોની પૈસા છાપવાની ઘેલસા જવાબદાર છે. કારણ કે, આટલી ગરમીનું નિર્માણ થાય તો કેવી રીતે કોઈ જીવતું રહીં શકે. જીવતા રહેવાની વાત તો દુર છે પરંતુ અનુમાન એું થઈ રહ્યું છે કે, આગમાં મૃતહેદો પણ બળીને ભસ્મ થઈ ગયા હશે.