Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: અગ્નિકાંડમાં પોલીસ એક્શન મોડમાં, પુરાવા એકત્ર કરવા તપાસના ચક્રો તેજ

Rajkot: રાજકોટ અગ્નિકાંડ મામલે અત્યારે તપાસ વાયુવેગે રહીં છે. રાજ્ય સરકારના નિર્દેશ અને હાઈકોર્ટના હુકમ બાદ તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. અત્યારે પણ રાજકોટ અગ્નિકાંડમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસ...
rajkot  અગ્નિકાંડમાં પોલીસ એક્શન મોડમાં  પુરાવા એકત્ર કરવા તપાસના ચક્રો તેજ

Rajkot: રાજકોટ અગ્નિકાંડ મામલે અત્યારે તપાસ વાયુવેગે રહીં છે. રાજ્ય સરકારના નિર્દેશ અને હાઈકોર્ટના હુકમ બાદ તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. અત્યારે પણ રાજકોટ અગ્નિકાંડમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસ એક બાદ એક પુરાવા એકત્ર કરી રહી છે. ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે.નોંધનીય છે કે, મનપા રજીસ્ટરોનો નાશ કર્યો તે સ્થળે પોલીસ તપાસ માટે લઇ જઇ તપાસ કરી રહીં છે. મળતી જાણકારી પ્રમાણે પુરાવાનો નાશ કર્યો ત્યાંથી કેટલાક પુરાવા પણ એકત્ર કર્યા છે. પોલીસ આ તમામ પુરાવાને FSLમાં મોકલી તપાસ કરાશે.

Advertisement

રાજકોટ મનપાના પૂર્વ TPOનો પોલીસે જેલમાંથી કબજો મેળવ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજકોટ મનપાના પૂર્વ TPOનો પોલીસે જેલમાંથી કબજો મેળવ્યો છે. નોંધનીય છે કે, મનસુખ સાગઠીયાનો રાજકોટ પોલીસે કબજો લીઈને આગળની તપાસ હાથ ધરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, પુરાવાનો નાશ કરવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં અલગથી ફરિયાદ નોંધાઇ છે. ખોટી મિનિટ બુક, રજીસ્ટર નાશ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

સંચાલકો સાથે કેટલાક અધિકારીઓની પણ અટકાયત કરાઈ

રાજકોટ અગ્રિકાંડની વાત કરવામાં આવે તો અહીં 27 લોકો જીવતા ભડથું થયા હતા. તેમને ન્યાય આપવા માટે હાઈકોર્ટ દ્વારા પણ તપાસના આદેશ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ મામલે અત્યારે અનેક વિગતો સામે આવી રહીં છે. એટલું જ નહીં પરંતુ ગેમ ઝોનના સંચાલકો સાથે કેટલાક અધિકારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. આ સાથે અત્યારે તેમની સામે કડક વલણ સાથે તપાસ પણ કરવામાં આવી રહીં છે. આ મામમે રાજેશ મકવાણ અને જયદીપ ચૌધરી પાસે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Rain Forecast: રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં આજે વરસાદ પડવાની શક્યતા
આ પણ વાંચો: Kutch : અંજાર-ભુજ હાઈવે પર રાજસ્થાની યુવક લાખોની કિંમતનાં પોસડોડાનાં પાવડર સાથે ઝડપાયો
આ પણ વાંચો: Gujarat Congress : જમીન પર બેસીને કોંગ્રેસ અગ્રણીઓએ કરી ‘ગાંધી બેઠક’, વિવિધ મુદ્દાઓ પર કરી ચર્ચા
Tags :
Advertisement

.