Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિપરજોય વાવાઝોડાને લઇ અંબાલાલ પટેલે એકવાર ફરી જાણો શું કરી આગાહી

બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આ વાવાઝોડાને લઇને આગાહી કરતા કહ્યુ છે કે, વાવાઝોડાના કારણે...
બિપરજોય વાવાઝોડાને લઇ અંબાલાલ પટેલે એકવાર ફરી જાણો શું કરી આગાહી

બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આ વાવાઝોડાને લઇને આગાહી કરતા કહ્યુ છે કે, વાવાઝોડાના કારણે આ વખતે વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે. વળી તેમના કહેવા મુજબ સાંજે 7 વાગ્યા સુધીમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

Advertisement

તબાહી મચાવે તેવો વરસાદ કચ્છમાં પડી શકે છે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે આગળ કહ્યું કે, બિપરજોય વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં જોવા મળશે. જેની સૌથી વધુ અસર કચ્છ, માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં જોવા મળશે. તબાહી મચાવે તેવો વરસાદ કચ્છમાં પડી શકે છે. આ વાવાઝોડાની સુપર સાયક્લોનિક અસર પણ ગજબની રહેવાની સંભાવના છે. તેમણે આગળ કહ્યું કે, આજે સવારે ઝાખડી વરસાદ પડ્યો છે એટલે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. ઉપરાંત ઓખા, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે ગઇ કાલે બુધવારના રોજ પણ આગાહી કરી હતી, જે મુજબ વાવઝોડું એટલું ઘાતક છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. રાજસ્થાન તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાવાઝોડું વિનાશ વેરી શકે છે. વાવાઝોડાના અલગ-અલગ પડ હોય છે જેના કારણે પવનની ગતિમાં વધઘટ જોવા મળે છે.

Advertisement

રાજ્યના તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ : અંબાલાલ પટેલ

ભારે વરસાદ ગુજરાત તથા પાડોશી રાજ્યમાં થવાની આગાહી કરીને દેશના અડધા ભાગોમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. લગભગ ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

Advertisement

ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના

ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સાથે, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો, હવામાન વિભાગે જણાવ્યું હતું. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતમાં માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કામગીરી માટે ઝડપથી જહાજો, બચાવ ટુકડીઓ અને હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.

આ પણ વાંચો - બિપરજોય વધી રહ્યું છે ગુજરાત તરફ, અન્ય રાજ્યો પણ થઇ શકે છે પ્રભાવિત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.