IMFL Theft : પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી ગાયબ થયેલો દારૂ પાછો આવી ગયો ?
IMFL Theft : ગુજરાત પોલીસ (Gujarat Police) માં અવારનવાર મુદ્દામાલમાંથી અધિકારી-કર્મચારી દ્વારા ચોરી કરવાની ઘટનાઓ બનતી રહે છે. મુદ્દામાલમાંથી જો કોઈ સૌથી વધુ કોઈ ચીજવસ્તુની ચોરી થતી હોય તો તે છે IMFL Theft ભારતીય બનાવટનો વિદેશી દારૂની. પાછલા વર્ષોમાં ગુજરાત પોલીસના ચોપડે IMFL Theft ના અનેક કિસ્સાઓ નોંધાતા આવ્યાં છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેર (Ahmedabad City) ના પાડોશી જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં બની છે. પોલીસ સ્ટેશન (Police Station) માં રહેલા મુદ્દામાલના વિદેશી દારૂમાંથી કેટલોક જથ્થો ગાયબ થયો અને મળી પણ આવ્યો છે. જો કે, સમગ્ર મામલા પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઢાંકપિછોડો કરવા પ્રયત્નશીલ બન્યાં છે.
PSI હક્ક રજા પર ઉતરી ગયા
અમદાવાદના પાડોશી જિલ્લા (Neighboring District) ના એક પોલીસ સ્ટેશનના PSI અચાનક કેટલાંક દિવસોની હક્ક રજા (Earned Leave) પર ઉતરી જતા અનેક ચર્ચાઓ ઊઠી હતી. પોલીસ સ્ટેશનના PSI એ મળતીયાઓ સાથે મળીને વિદેશી દારૂની મોંઘી બોટલોની ચોરી કરી હોવાની વાતો થઈ રહી છે. સપ્તાહ અગાઉ મુદ્દામાલમાંથી વિદેશી દારૂની બોટલો ચોરાઈ હોવાની વાત જિલ્લા SP અને રેન્જ DIG સુધી પહોંચતા ખાનગી તપાસ શરૂ થઈ અને પોલીસ લાઈન (Police Line) માંથી જ ચોરાયેલો મુદ્દામાલ મળી આવ્યો હોવાની પણ એક ચર્ચા છે. હક્ક રજા પરથી પરત આવેલા PSI ને તેમના સ્થાનેથી હટાવી દેવાતા આ વાતની ચર્ચાને વેગ મળી રહ્યો છે.
જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું ?
Gujarat First પાસે પહોંચેલી ચર્ચાને લઈને થયેલા કેટલાંક સવાલોના જવાબ મેળવવા જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કર્યો. જિલ્લા પોલીસ વડા (DSP) ના જણાવ્યાનુસાર દારૂનો મુદ્દામાલ નાશ કરવા માટે થયેલી કાર્યવાહીમાં PSI એ ગરબડ કરી હોવાનું પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે. આ કારણોસર PSI ને તેમના સ્થાનેથી હટાવી દેવાયા છે. રજા પરથી પરત ફરેલા PSI ને હાલ કોરાણે બેસાડી દેવાયા (Leave Reserve) છે.
કોરોનાકાળમાં કડી PI અને સ્ટાફે ચોર્યો હતો દારૂ
મુદ્દામાલમાંથી દારૂ ચોરવાની વાત પોલીસ વિભાગમાં સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પાછલા કેટલાંક વર્ષોની વાત કરીએ તો, આવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. મીડિયામાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહી હોય તેવી ઘટનાની વાત કરીએ તો, તે છે કડી પોલીસ સ્ટેશન (Kadi Police Station) ની. વર્ષ 2020માં કોરાના મહામારી (Corona Pandemic) દરમિયાન મહેસાણા જિલ્લા (Mahesana District) ના કડી પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી 5,974 દારૂની બોટલ (IMFL Theft) ચોરાઈ હતી. આ મામલે તપાસ શરૂ થતાં પૂરાવાનો નાશ કરવા નર્મદા કેનાલમાં ફેંકી દેવાયેલી 350 બોટલ મળી આવી હતી. SIT ની તપાસમાં ચોંકાવનારી રીતે મુદ્દામાલમાં સામેલ ના હોય તેવી 1,159 દારૂની બોટલો પણ મળી હતી. આ કેસના સૂત્રધાર તત્કાલિન પીઆઈ ઓ. એમ. દેસાઈ (PI O M Desai) સહિતના પોલીસ અધિકારી-કર્મચારી અને મળતીયાઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ મહિનાઓનો જેલવાસ ભોગવ્યા બાદ હાલ જામીન પર મુક્ત છે.
આ પણ વાંચો----RAM BHAKT : ભગવાનનું ઘર બનશે ત્યારે હું અયોધ્યા આવીશ અને મારી દાઢી મૂછ ઉતારીશ