ગેરકાયદે ખનન રોકવા પહોંચેલા DSPને ડમ્પરે કચડી નાખ્યા, ઘટના સ્થળ જ કમકમાટી ભર્યું મૃત્યુ
હરિયાણાના મેવાતમાં એક ફરજ પર હાજર ડીએસપીને ડમ્પરે કચડી નાખ્યાનો કિસ્સો સામે આવ્યો છે. ડીએસપી સુરેન્દ્ર સિંહ ગેરકાયદેસર ખનન રોકવા માટે પહોંચ્યા હતા, પરંતુ માફિયાઓને જાણે કાયદાની કોઇ બીક જ ન હોય તેમ તેમના પર ટ્રક ચસાવ્યુ સમગ્ર ઘટનામાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતુંડીએસપી સુરેન્દ્ર સિંહ ગેરકાયદેસર ખનન રોકવા માટે પહોંચ્યા હતા, પરંતુ માફિયા લોકો તેમને ઘેરી લીધા. અને તેમના પર પàª
Advertisement
હરિયાણાના મેવાતમાં એક ફરજ પર હાજર ડીએસપીને ડમ્પરે કચડી નાખ્યાનો કિસ્સો સામે આવ્યો છે. ડીએસપી સુરેન્દ્ર સિંહ ગેરકાયદેસર ખનન રોકવા માટે પહોંચ્યા હતા, પરંતુ માફિયાઓને જાણે કાયદાની કોઇ બીક જ ન હોય તેમ તેમના પર ટ્રક ચસાવ્યુ સમગ્ર ઘટનામાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું
ડીએસપી સુરેન્દ્ર સિંહ ગેરકાયદેસર ખનન રોકવા માટે પહોંચ્યા હતા, પરંતુ માફિયા લોકો તેમને ઘેરી લીધા. અને તેમના પર પથ્થર ભરેલી ડમ્પર ચડીવી દીધુ હતું જેના કારણેઆ પોલીસ કર્મીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હરિયાણામાં માઈનીંગ માફિયાઓની બેફિકરાઇ ફરી એકવાર સામે આવી છે.
ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સુરેન્દ્ર બિશ્નોઈ તાવડુમાં તૈનાત હતા. તાવડુના ડુંગરમાં ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી આધારે દરોડો પાડવા ગયા હતા. કાર્યવાહી દરમિયાન ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈએ ખનન સ્થળ પર પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. માફિયાઓએ ડમ્પરથી તેમને દોરદાર ટક્કર મારી હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ કરી તેમને પકડી પાડ્યાં છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસને સવારે 11 વાગ્યે અવૈધ માઈનિંગની માહિતી મળી હતી. આ પછી તે પોતાના સ્ટાફ સાથે સાડા અગિયાર વાગ્યે પહોંચી ગયો. જ્યારે પોલીસ ત્યાં સ્ટાફ સાથે સાડા અગિયાર વાગ્યે પહોંચી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને જોઈને ખનન માફિયાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો. દરમિયાન, ડીએસપીને ડમ્મપરે ટક્કર મારી હતી અને ઘટના સ્થળે તેમનું મોત થઇ ગયું.
ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું- કાર્યવાહી કરાશે
નૂહમાં DSP સુરેન્દ્ર સિંહની હત્યાના મામલામાં ગૃહમંત્રી અનિલ વિજનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિજે કહ્યું કે મેં કાર્યવાહી માટે કડક આદેશ આપ્યા છે. આપણે જેટલું બળ કરવું પડશે તેટલું જ લાગુ કરીશું. વિજે કહ્યું કે જો નજીકના જિલ્લાઓમાં દળોને તૈનાત કરવા પડે તો પણ તે ચૂકશે નહીં. તેમણે કહ્યું કે અમે ખાણ માફિયાઓને કોઈપણ ભોગે બક્ષીશું નહીં.
રણદીપ સુરજેવાલાનું નિવેદન
ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈની હત્યા મામલે રણદીપ સુરજેવાલાનું નિવેદન સામે આવ્યું છે. સુરજેવાલાએ કહ્યું- 'હરિયાણા માઈનિંગ માફિયાનો અડ્ડો, સરકાર અને માઈનિંગ માફિયાની સાંઠગાંઠ, ડીએસપીની હત્યાની ન્યાયિક તપાસ થવી જોઈએ'.
ઘટનાસ્થળે પહોંચેલા એસએચઓએ જણાવ્યું કે ડીએસપી સ્ટાફ સાથે જ ગયા હતા. પરંતુ તેની સાથે કોઈ પોલીસ ફોર્સ ન હતી.હરિયાણામાં માઈનીંગ માફિયાઓ દ્વારા ઉદ્ધતાઈનો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચુકી છે. અગાઉ સોનીપતમાં ગેરકાયદેસર માઇનિંગ ગેંગે સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. આમાં સૈનિકને માર મારવામાં આવ્યો અને ASIનો યુનિફોર્મ ફાડી નાખ્યો હતો.