Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SP નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર હિન્દુ ધર્મ વિશે ઝેર ઓક્યું, કહ્યું - આ એક પ્રપંચ છે..!

સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maurya) તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેમણે હિન્દુ ધર્મને લઈને વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. સ્વામી પ્રસાદ...
sp નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર હિન્દુ ધર્મ વિશે ઝેર ઓક્યું  કહ્યું   આ એક પ્રપંચ છે

સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maurya) તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેમણે હિન્દુ ધર્મને લઈને વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. સ્વામી પ્રસાદ મૌર્ય એ ફરી એકવાર હિન્દુ ધર્મ વિરુદ્ધ નિવેદન આપ્યું છે.

Advertisement

સપા નેતાએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હિન્દુ એક પ્રપંચ છે. 1995માં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે હિન્દુ કોઈ ધર્મ નથી. આ જીવન જીવવાની એક શૈલી છે. આરએસએસ (RSS) ના વડા મોહન ભાગવતે પણ એક નહીં પણ બે વાર કહ્યું છે કે હિન્દુ નામનો કોઈ ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે. સ્વામી પ્રસાદ મૌર્ય અહીં નહીં રોકાયા તેમણે વધુમાં કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે, હિંદુ ધર્મ એ ધર્મ નથી. એક બે મહિના પહેલા ગડકરીજીએ પણ કહ્યું હતું પરંતુ, આ લોકોના કહેવાથી કોઈની લાગણી નથી દુભાતી, પરંતુ જ્યારે સ્વામી પ્રસાદ મૌર્ય કહે કે હિન્દુ કોઈ ધર્મ નથી પરંતુ એક પ્રપંચ છે અને જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ તો અમુક લોકો માટે તે ધંધો છે.

Advertisement

મૌર્યે કહ્યું કે, જ્યારે આ વાત હું કહું છું ત્યારે આખા દેશમાં ધરતીકંપ આવી જાય છે અને લોકોની લાગણીઓ દુભાય છે. પરંતુ જ્યારે આ લોકો કહે છે ત્યારે કોઈ કંઇ કહેતું નથી. જણાવી દઈએ કે સોમવારે સમાજવાદી પાર્ટીની મહા બ્રાહ્મણ સમાજ પંચાયતમાં અખિલેશ યાદવે ભાગ લીધો હતો. આ પંચાયતમાં બ્રાહ્મણ સમાજે મૌર્યના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો હતો. બ્રાહ્મણ નેતાઓએ કોઈનું નામ લીધા વિના સ્વામી પ્રસાદ મૌર્યની ફરિયાદ અખિલેશ યાદવને કરી હતી. આ સાથે જ અખિલેશ યાદવ પણ સહમત થયા કે કોઈ ખાસ ધર્મ કે જાતિ પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય નથી.

Advertisement

આ પણ વાંચો - ડ્રોન હુમલા બાદ ભારત ‘એલર્ટ’! અરબી સમુદ્રમાં તૈનાત કર્યા આ ત્રણ યુદ્ધ જહાજ

Tags :
Advertisement

.