Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુપીમાં યોગી સરકાર 2.0 : યોગી આદિત્યનાથનું રાજતિલક

ભારત દેશને સૌથી વધુ વડાપ્રધાન ઉતર પ્રદેશે આપ્યા છે. આપણે ત્યાં હંમેશાં એવું કહેવાય છે કે, દિલ્હીનો રસ્તો ઉતર પ્રદેશથી જાય છે. આઝાદી સમયના ઉતર પ્રદેશ અને હાલના ઉતર પ્રદેશમાં આસમાન જમીનનો ફરક છે. સતત બીજી વખત બહુમતીથી ભાજપની સરકાર ચૂંટાઈ આવી છે. ત્રણ દાયકા બાદ કોઈ પક્ષની સરકારને બીજી વખત યુપીની જનતાએ ચૂંટી છે. યોગી આદિત્યનાથે પોતાની અલગ ઇમેજ બનાવી છે. લોકોએ એમના ઉપર ભરોસો મૂક્યો અનà«
યુપીમાં યોગી સરકાર 2 0   યોગી આદિત્યનાથનું રાજતિલક
Advertisement
ભારત દેશને સૌથી વધુ વડાપ્રધાન ઉતર પ્રદેશે આપ્યા છે. આપણે ત્યાં હંમેશાં એવું કહેવાય છે કે, દિલ્હીનો રસ્તો ઉતર પ્રદેશથી જાય છે. આઝાદી સમયના ઉતર પ્રદેશ અને હાલના ઉતર પ્રદેશમાં આસમાન જમીનનો ફરક છે. સતત બીજી વખત બહુમતીથી ભાજપની સરકાર ચૂંટાઈ આવી છે. ત્રણ દાયકા બાદ કોઈ પક્ષની સરકારને બીજી વખત યુપીની જનતાએ ચૂંટી છે. યોગી આદિત્યનાથે પોતાની અલગ ઇમેજ બનાવી છે. લોકોએ એમના ઉપર ભરોસો મૂક્યો અને એ ભરોસો એમણે જીતી બતાવ્યો છે. સૌથી મોટું રાજ્ય યુપી એક સમયે ગુંડારાજથી જાણીતું હતું. એની શકલ ધીમે ધીમે બદલાઈ રહી છે. ગુનેગારો અને માફિયાઓની ગેરકાયદે સંપતિ ઉપર બુલડોઝર ફેરવનાર યોગી આદિત્યનાથે ઉતર પ્રદેશના લોકોને ભરોસો આપ્યો છે કે, એમને ચૂંટીને મતદારોએ યોગ્ય જ કર્યું છે.  
સૌથી મહત્ત્વની વાત એ છે કે, યોગી પોતે સાધુ છે. અજયસિંહ બિશ્ત મતલબ કે યોગી આદિત્યનાથના  પૂર્વાશ્રમ વિશે બહુ જ ઓછી વિગતો બહાર આવે છે. મોટાભાગે રાજકારણમાં સત્તા પર નેતા હોય એમના પરિવારજનો બે વેંત ઉંચા ચાલતા હોય છે. યોગી આદિત્યનાથને આગળ ઉલાળ નથી ને પાછળ ધરાળ નથી. એમનો પરિવાર એટલે યુપીની જનતા. 49 વર્ષી યોગીએ પાંચ વર્ષમાં લોકોનો ભરોસો જીત્યો અને વિકાસના કામો પણ કર્યાં. સતત પાંચ વર્ષ પૂરા કરીને ફરીવાર ધારાસભ્ય બનીને યોગી લખનૌ વિધાનસભામાં જશે. એક સમયે ક્રાઈમ કેપિટલ ગણાતું રાજ્ય આજે જુદી જ છબી લઈને ઉભરી રહ્યું છે. અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર બની રહ્યું છે આજે આ ઓળખ લોકો વધુ પસંદ કરવા માંડ્યા છે. લોકસભાની ચૂંટણી વખતે રામ જન્મભૂમિ વિશે સવાલ કરાયો ત્યારે નરેન્દ્રભાઈએ સ્પષ્ટ કહેલું કે, એ કોર્ટમાં ચાલતી મેટર છે એમાં હું કંઈ ટિપ્પણી ન કરી શકું. કોઈ વિવાદ ન કરીને લોકોના મનમાં એક અલગ છાપ લોકોમાં પડી છે.  
યોગીના ખભે હાથ મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરતા હતા એ તસવીર પણ ઘણું બધું બયાન કરતી હતી. ગુજરાત રાજ્યને ભાજપ હંમેશાં મોડેલ સ્ટેટ તરીકે પ્રોજેક્ટ કરે છે. યુપીમાં થઈ રહેલી પ્રગતિ પણ વહેલા મોડી મોડેલ સ્ટેટની કેટેગરીમાં ગણાવા માંડે તો નવાઈ પામવા જેવું નહીં રહે. શાસક ઉપર જ્યારે પ્રજાને ભરોસો બેસે ત્યારે સત્તા ઉપર બેઠેલાં લોકોની જવાબદારી વધુ બની જાય છે. આમ પણ ભાજપ ચૂંટણી હોય કે ન હોય ઝીણું ઝીણું કાંતતો રહે એવી પાર્ટી છે. યુપીમાં રહેતાં એક ગુજરાતી પરિવારના બહેને કહ્યું કે, અહીં મહિલાઓનો ભરોસો કાયમ રાખવો એ સરકારની મોટી જવાબાદારી બની રહેશે. રાત પડે દીકરીઓ ગુજરાતમાં જેમ કોઈ ડર વગર ફરી શકે છે એમ યુપીમાં થાય તો જાણે અમારા રાજ્યમાં ખરેખર રામરાજ આવી ગયું સમજો. કોઈપણ રાજ્યની જનતાને એની સુરક્ષા અને પ્રગતિ સૌથી વધુ વહાલી હોય છે. યુપીમાં યોગી સરકાર પાસેથી લોકોને આવી જ અપેક્ષા છે. આવનારા પાંચ વર્ષોમાં એમણે હજુ ઘણું નવું કરવાનું વિચાર્યું હશે. તેની સાથોસાથ સમાજવાદી પાર્ટી પણ એમના નાકમાં કેવો દમ કરે છે એ જોવાનું રહેશે. સંસદસભાનું પદ છોડીને અખિલેશ યાદવ વિરોધપક્ષમાં બેસવાના છે. સમાજવાદી પાર્ટીને મળેલી સીટ જાળવવા માટે અને પાંચ વર્ષ પછીની વિધાનસભામાં વધુ સીટ મેળવવા માટે અખિલેશે યાદવે પણ બહુ જ મહેનત કરવી પડશે.  
તોતિંગ પ્રધાનમંડળ સાથે આજે ચાર વાગ્યે તેઓ શપથ લેવાના છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભાજપે હારેલાં પણ પાર્ટી માટે સક્ષમ એવા નેતાઓને સાચવી લીધાં છે. ઉતરાખંડમાં વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા પુષ્કરસિંહ ધામીને ફરી સત્તા સોંપી અને યુપીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા અને વિધાનસભા હારી ચૂકેલા કેશવપ્રસાદ મૌર્યને પણ ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવે તેવી એવી વાત છે. આ વર્ષે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓ યોજાવાની છે અને 2023 માં પણ ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે પણ સત્તા જાળવી રાખવા અને સત્તા મેળવવા માટે મોડેલ સ્ટેટ સમા રાજ્યોને સદ્ધર કરવામાં યોગી અને મોદીની જોડી કંઈ જ બાકી નહીં રાખે એ વાતમાં બે મત નથી.
Tags :
Advertisement

Trending News

.

×