Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Biparjoy Cyclone : અમદાવાદીઓના હિતમાં ટ્રાફિક પોલીસે લીધો મહત્વનો નિર્ણય

બિપરજોય વાવાઝોડામાં સંભવિત અસરોને લઇ તંત્ર પૂરી તૈયારી કરી ચુક્યું છે. NDRF ની ટીમોને પણ અસર થઇ શકે તેવા વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે. વાવાઝોડું બપોર બાદ જખૌ ટકરાય તેવી સંભાવના છે ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ...
biparjoy cyclone   અમદાવાદીઓના હિતમાં ટ્રાફિક પોલીસે લીધો મહત્વનો નિર્ણય

બિપરજોય વાવાઝોડામાં સંભવિત અસરોને લઇ તંત્ર પૂરી તૈયારી કરી ચુક્યું છે. NDRF ની ટીમોને પણ અસર થઇ શકે તેવા વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે. વાવાઝોડું બપોર બાદ જખૌ ટકરાય તેવી સંભાવના છે ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પણ શરૂ થઇ ગયો છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને લઇને ટ્રાફિક પોલીસે જાહેર જનતાને સુચના આપી છે.

Advertisement

અમદાવાદમાં વરસાદમાં સલામતી માટે અન્ડર બ્રિજ બંધ કરાશે

અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે બિપરજોય વાવાઝોડાને લઇને અમદાવાદ ટ્રાફિક પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે. વરસાદમાં સલામતી માટે અન્ડર બ્રિજ બંધ કરવામાં આવશે. સ્થાનિક લોકોને અન્ડર બ્રિજનો ઉપયોગ નહીં આપવા પણ ટ્રાફિક પોલીસે સૂચના આપી છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારે વરસાદ દરમિયાન નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા પગલાં લીધાં છે. શહેરભરમાં 24 કંટ્રોલ રૂમ ખોલવા સાથે, રહેવાસીઓ હવે +91 9978355303 પર WhatsApp દ્વારા ફરિયાદો નોંધાવી શકે છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અટલ બ્રિજ સહિત તમામ મનોરંજન સુવિધાઓ બંધ રહેશે. AMC અને પોલીસ વિભાગ જંકશન અને BRTS કોરિડોર પર પાણી ભરાવા અથવા અન્ય કોઈ ઘટનાને શોધી કાઢવા માટે CCTV કેમેરા પર નજર રાખશે. પાણી ભરાઈ જવાની કે ઈમરજન્સી અંગે માહિતી આપવા માટે ટ્રાફિક અધિકારીઓ પણ સમગ્ર શહેરમાં તૈનાત રહેશે.

Advertisement

વાવાઝોડું જખૌથી લગભગ 180 કિમીના અંતરે : IMD

IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, ચક્રવાત બિપરજોય સૌરાષ્ટ્ર, કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. તે જખૌથી લગભગ 180 કિમીના અંતરે છે. તેના પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. તે સાંજ સુધીમાં કિનારે પહોંચી જશે. તે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન છે. જેના કારણે વૃક્ષોને, નાના મકાનો, માટીના મકાનો, ટીનના મકાનોને નુકસાન થઇ શકે છે.

Advertisement

આ પણ વાંચો - બિપરજોય વાવાઝોડાને લઇ અંબાલાલ પટેલે એકવાર ફરી જાણો શું કરી આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.