Budget 2024 : મિડિલ ક્લાસ માટે હશે મોદી 3.0 નું પ્રથમ બજેટ? ખાસ ભેટની રહેશે આશા
Budget 2024 : કેન્દ્રમાં NDA સરકાર (NDA Government) બન્યા બાદ સંપૂર્ણ બજેટ (Budget) ની રાહ જોવાઈ રહી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 23 જુલાઈ 2024 ના રોજ મોદી 3.0 કાર્યકાળનું પ્રથમ બજેટ (First Budget of the Modi 3.0 Tenure) રજૂ કરશે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ (Kiren Rijiju) એ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ 2024 (Union Budget 2024) 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે અને બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થશે. નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન ફરી એકવાર નાણા મંત્રાલયનો હવાલો નિર્મલા સીતારમણને સોંપવામાં આવ્યો છે.
મધ્યમ વર્ગને આ બજેટમાં મોટી ભેટની અપેક્ષા
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નવી સરકાર હેઠળનું પ્રથમ સામાન્ય બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે. આ માહિતી આપતાં સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું કે ભારત સરકારની ભલામણ પર ભારતના માનનીય રાષ્ટ્રપતિએ બજેટ સત્ર 2024 માટે સંસદના બંને ગૃહોને 22 જુલાઈ, 2024થી 12 ઓગસ્ટ 2024 સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વળી, કેન્દ્રીય બજેટ, 2024-25, 23 જુલાઈ, 2024 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે. દેશના પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણામંત્રી, શ્રીમતી સીતારમણે હવે વચગાળાના બજેટ સહિત 6 બજેટ રજૂ કર્યા છે અને જુલાઈનું બજેટ તેમનું સતત 7મું બજેટ હશે. આ સાથે તે સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી તરીકે મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડી નાખશે. મધ્યમ વર્ગને આ સામાન્ય બજેટમાં મોટી ભેટની અપેક્ષા છે. નોકરી કરતા લોકો આવકવેરાના સ્લેબમાં ફેરફારની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે પ્રમાણભૂત કપાત સંબંધિત રાહતના સંકેતો પણ છે. આ સિવાય બજેટમાં મહિલાઓ અને લાભાર્થી વર્ગ માટે ઘણી મોટી ભેટો પણ મળી શકે છે. જોકે, સરકારનું ફોકસ ઇન્ફ્રા અને એનર્જી પર રહેવાની અપેક્ષા છે.
Sitharaman to present first budget of NDA government's third successive term on July 23
Read @ANI Story | https://t.co/VgMFZk3zXh#nirmalaperiyasamy #Budget #NDA #BJP pic.twitter.com/yiaFAz2J5o
— ANI Digital (@ani_digital) July 6, 2024
ટેક્સ મુક્તિની જાહેરાત થઈ શકે છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે મંત્રાલય બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપવા માટે આવકવેરા મુક્તિ સંબંધિત વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. છેલ્લા 5 વર્ષોમાં, સરકારે ફક્ત નવી કર વ્યવસ્થા લાગુ કરી હતી, જેમાં રૂ. 50 હજારની પ્રમાણભૂત કપાત સહિત રૂ. 7.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં આ વખતે જૂની ટેક્સ સિસ્ટમમાં ફેરફારની આશા છે.
ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આગામી બજેટ (Budget 2024)માં કોઈપણ કર પહેલાં વ્યક્તિઓની આવક મર્યાદા વર્તમાન રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી શકે છે. સરકાર બજેટ 2024માં ટેક્સમાં ઘટાડો કરીને ઓછી આવક ધરાવતા લોકો માટે વપરાશ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ મુક્તિ નવી કર વ્યવસ્થામાં હોય તેમને લાગુ પડી શકે છે. આ સિવાય ટેક્સ સ્લેબના દરો પણ ઘટાડી શકાય છે, જેથી સામાન્ય લોકોને તેનો ફાયદો મળી શકે.
વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, ભારતમાં જે વર્ષમાં લોકસભા ચૂંટણી યોજાય છે. તે દરમિયાન, એક બજેટ ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવે છે અને એક બજેટ ચૂંટણી પછી રજૂ કરવામાં આવે છે. ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવતા બજેટને વચગાળાનું બજેટ કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે સરકારની આવક અને ખર્ચનો હિસાબ છે. ચૂંટણી પછી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરે છે. તે અન્ય વર્ષના બજેટ જેવું છે. 23મી જુલાઈએ આવનાર સામાન્ય બજેટ મોદી 3.0નું પહેલું બજેટ હશે. તેના દ્વારા સરકારની દિશા અને નીતિઓ વિશે માહિતી મળશે.
આ પણ વાંચો - Budget: ટેક્સમાં છૂટથી લઈને PM કિસાન યોજના સુધી,બજેટમાં થઈ શકે મોટી જાહેરાતો
આ પણ વાંચો - Budget માં નોકરીઓ અંગે થશે મોટી જાહેરાત? જાણો બજેટમાં શું હશે ખાસ