કાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર: વિપક્ષ સત્રને તોફાની બનાવે તેવા એંધાણ
આવતીકાલથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. સત્રને પગલે ગઈકાલે વિધાનસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને કામકાજ સલાહકાર સમિતીની બેઠક મળી હતી જેમાં વિપક્ષ કોંગ્રેસે સત્રના દિવસો વધારવા માંગ કરી હતી. આ ઉપરાંત 3 માર્ચએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરશે. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓને જોતાં સરકાર કરબોજ વગરનું અને નવી યોજનાઓ સહિત બજેટ રજૂ કરી ખેડૂતો, શિક્ષિત બેરોજગારો ઉપ
Advertisement
આવતીકાલથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. સત્રને પગલે ગઈકાલે વિધાનસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને કામકાજ સલાહકાર સમિતીની બેઠક મળી હતી જેમાં વિપક્ષ કોંગ્રેસે સત્રના દિવસો વધારવા માંગ કરી હતી. આ ઉપરાંત 3 માર્ચએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરશે. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓને જોતાં સરકાર કરબોજ વગરનું અને નવી યોજનાઓ સહિત બજેટ રજૂ કરી ખેડૂતો, શિક્ષિત બેરોજગારો ઉપરાંત વેપારી વર્ગને રાજી રાખવાના પ્રયાસો કરશે તથા મતદારોને આકર્ષવા અને રીઝવવાના પ્રયાસો બજેટમાં સ્પષ્ટ પણે જોઈ શકાશે એમ કહેવું પણ ખોટું નથી કે બજેટ ચૂંટણી લક્ષી પણ હોઈ શકે છે.
2 માર્ચથી શરુ થનાર વિધાનસભાનું બજેટ સત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પેટેલનું બીજું સત્ર અને પહેલું બજેટ સત્ર છે જયારે વિપક્ષના નેતા સુખરામ રાઠવાનું પહેલું બજેટ સત્ર છે 14મી વિધાનસભાનું 10મુ સત્ર 31મી માર્ચે સમાપ્ત થશે. સત્ર દરમિયાન કુલ 26 બેઠકો મળશે. જેમાં છથી આઠ દિવસે બે-બે બેઠકો યોજાનાર છે. સત્રના પ્રથમ દિવસે 12 વાગ્યે રાજયપાલ સંબોધન કરશે. એ જ દિવસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સુધારા વિધેયક ઉપરાંત ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી વિધેયક રજૂ થનાર છે. ત્યારબાદ રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ, અંદાજપત્ર પર ચાર દિવસ, પુરક માંગણીઓ પર બે દિવસ અને સરકારી વિધેયક પર ચાર દિવસ વિધાનસભામાં ચર્ચા કરવામાં આવશે.
વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
14મી વિધાનસભાના 10માં સત્રમાં વિપક્ષ સરકારને ઘેરવામાં કસર નહિ છોડે વિપક્ષ જમીન કૌભાંડ, બેરોજગારી, પેપરલીક, બેરોજગારી, કાયદા વ્યવસ્થા સહિતના મુદ્દે ભુપેન્દ્ર પટેલ સરકારને ઘેરશે અને સત્ર તોફાની બનશે એ નિશ્ચિત છે. એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ઉંબરે આવી ઉભીરહી છે આવતા ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની 182 સીટ પર સામાન્ય ચૂંટણી યોજાશે ત્યારે ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ સત્ર છે ત્યારે આ બજેટમાં જનતા ફાયદો થશે તે નિશ્ચિત છે.