Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો બજેટ-2023 સાથે જોડાયેલી તમામ મહત્વની જાહેરાતો

નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચ્યું. સીતારમણ બુધવારે સવારે 8.30 વાગ્યે નાણા મંત્રાલય પહોંચ્યા હતા. બાદમાં મહામહિમને બજેટની પ્રથમ કોપી બતાવી હતી અને તેમણે બજેટને મંજૂરી આપી હતી. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મિટિંગમાં પણ બજેટને મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં નાણામંત્રીએ બજેટને લોકસભામાં રજુ કર્યà«
જાણો બજેટ 2023 સાથે જોડાયેલી તમામ મહત્વની જાહેરાતો

નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચ્યું. સીતારમણ બુધવારે સવારે 8.30 વાગ્યે નાણા મંત્રાલય પહોંચ્યા હતા. બાદમાં મહામહિમને બજેટની પ્રથમ કોપી બતાવી હતી અને તેમણે બજેટને મંજૂરી આપી હતી. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મિટિંગમાં પણ બજેટને મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં નાણામંત્રીએ બજેટને લોકસભામાં રજુ કર્યુ હતું.

Advertisement

         કેન્દ્રીય બજેટ 2023ની ખાસ વાતો 

-  નવી કર વ્યવસ્થામાં 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ 
-  નવી કર વ્યવસ્થા 12 થી 15 લાખની આવક પર 20 ટકા ટેક્સ 
-  નવી કર વ્યવસ્થામાં 9 થી 12 લાખની આવક પર 15 ટકા ટેક્સ 
- નવી કર વ્યવસ્થામાં 6 થી 9 લાખની આવક પર 10 ટકા ટેક્સ 
- નવી કર વ્યવસ્થામાં 3 થી 6 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ 
- જૂની ટેક્સ વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી 
- હવે સાત લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં 
- નોકરિયાત લોકો માટે બજેટમાં સૌથી મોટી રાહત 
- બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ સસ્તી થશે 
- LED  ટીવી સસ્તા થશે 
- સિગારેટ મોંધી થશે 
- સોનુ, ચાંદી અને પ્લેટિનમ મોંધા થશે 
- વિદેશથી આવનારી ચાંદીની ચીજો મોંધી થશે 
- દેશી કિચન ચીમની મોંધી થશે 
- કેટલાક મોબાઇલ ફોન અને કેમેરાના લેન્સ સસ્તા થશે 
- ઇલેક્ટ્રીક વાહનો સસ્તા થશે 
-  રમકડા,સાયકલ અને ઓટોમોબાઇલ સસ્તા થશે 
- RBI એક્ટમાં બદલાવ કરીશું 
- MSME માટે નવી ડિઝિટલ યોજના લવાશે 
- કંપની એક્ટ અંતર્ગત પ્રોસેસિંગ સેન્ટર ઉભા કરાશે 
- બેંકિંગ એક્ટમાં કેટલાક બદલાવ પર વિચાર 
- ડિઝિટલ પેમેન્ટમાં 70 ટકા સુધીનો વધારો થયો છે 
- MSMEને વ્યાજ પર 1 ટકાની છૂટ અપાશે 
- યુવાનોને વૈશ્વિક સ્તરની તાલીમ અપાશે 
- 47 લાખ યુવાનોને 3 વર્ષ સુધી ભથ્થુ આપીશું 
- ગ્રીન ક્રેડિટ કાર્ડનું નોટિફિકેશન ટુંક સમયમાં આવશે 
- કૌશલ્ય આધારિત શિક્ષણ નીતિ લાવવામાં આવશે 
- સમુદ્રી વિસ્તારોમાં  મૈનગ્રોવ પ્લાન્ટેશન વધારવામાં આવશે 
- દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો ઉભી કરાશે 
- સ્કિલ ઇન્ડિયાના 30 સેન્ટર્સની શરૂઆત કરાશે 
PM કૌશલ્ય વિકાસ યોજના-4ની શરૂઆત કરાશે 
- PM કૌશલ્ય વિકાસ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે 
- વૈકલ્પિક ફર્ટીલાઇઝર માટે નવી સ્કિમ આવશે 
- 1 કરોડ ખેડૂતો પાસે નેચરલ ફાર્મિંગ કરાવવામાં આવશે 
-લદ્દાખમાં રિન્યૂએબલ એનર્જી માટે 20,700 કરોડની ફાળવણી 
- ગોબર ધન સ્કિમ માટે 10 હજાર કરોડની ફાળવણી 
- એનર્જી સિક્યુરીટી માટે 35 હજાર કરોડની ફાળવણી 
- ગ્રીન હાઇડ્રોજન મિશન માટે 19,700 કરોડની ફાળવણી 
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે 3 નવા સેન્ટર ઉભા કરાશે 
-  5G માટે 100 પ્રયોગશાળાઓ શરૂ કરાશે 
- આવનારા એક વર્ષ માટે ફ્રી અનાજ યોજના 
- 47.8 કરોડ જન ધન ખાતા ખોલવામાં આવ્યા 
- ઇ-કોર્ટના ત્રીજા તબક્કા માટે 7 હજાર કરોડની ફાળવણી  
- ઇ-કોર્ટનો ત્રીજો તબક્કો શરૂ કરાશે 
- કોવિડ પ્રભાવિત MSMEને રાહત અપાશે 
- KYCને સરળ બનાવવામાં આવશે 
- ઓળખપત્ર તરીકે પાનકાર્ડ માન્ય ગણાશે 
- અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર માટે પ્રતિવર્ષ 10 હજાર કરોડ 
- હેલિપોર્ટસ અને એરોડ્રામ પણ બનાવવામાં આવશે 
- 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે 
- સ્ટાર્ટ અપ માટે કૃષિ ફંડની રચના કરવામાં આવશે 
- કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન અપાશે 
- રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડની ફાળવણી 
- રેલવે માટે 2.4 લાખ કરોડનું બજેટ  
- PM આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફંડ 
PM આવાસ યોજના માટેના ફંડમાં 66 ટકાનો વધારો 
- દુનિયામાં મંદી, પરંતુ આપણી ઇકોનોમી મજબૂત 
- કર્ણાટકમાં દુષ્કાળનો સામનો કરવા માટે 5300 કરોડની ફાળવણી 
- એકલવ્ય સ્કૂલ માટે 38,800 શિક્ષકો નિયુક્ત કરાશે 
- મેડિકલ કોલેજોને રિસર્ચ માટે તૈયાર કરીશું 
- ફાર્મામાં રિસર્ચ માટે નવી યોજના 
- સાક્ષરતા માટે NGO સાથે મળીને કામ કરીશું 
- દેશમાં આર્થિક સાક્ષરતા પર કામ કરીશું 
- PM સુરક્ષા યોજનાથી 44 કરોડ લોકોને લાભ 
- 2047 સુધીમાં એનિમયા ખતમ કરવાનું લક્ષ્ય 
- ફાર્માસ્યૂટીકલ ક્ષેત્રમાં નવી યોજનાઓ 
- ડિઝિટલ લાયબ્રેરીની નવી રાષ્ટ્રીય યોજના 
-  હવે મેનહોલમાં નહીં ઉતરે સફાઇકર્મી 
- વિશ્વમાં ભારતની ઉપલબ્ધિઓની થઇ રહી છે સરાહના 
- મહિલા, ખેડૂત અને પછાત વર્ગ માટે બજેટમાં વ્યવસ્થા 
- કોરોનાકાળમાં 80 કરોડ ગરીબોને મફત અનાજ આપ્યું 
-  અમૃતકાળમાં આ પહેલું બજેટઃ નિર્મલા સિતારમણ 
- નાણામંત્રીએ બજેટ સંબંધિત ભાષણ વાંચવાનું શરૂ કર્યુ
Tags :
Advertisement

.