Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ranchi : સંમતિ વિના શારીરિક સંબંધ બાંધવા બદલ પતિ દોષિત, કોર્ટ 30 સપ્ટેમ્બરે સંભળાવશે સજા

પતિનું પત્નીની સંમતિ વિના શારીરિક બાંધવું ખોટું કોર્ટ 30 સપ્ટેમ્બરે સંભળાવશે સજા પત્ની સાથે તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધો રાખવા માટે કેસ નોંધવામાં આવ્યો રાંચીની એક સ્થાનિક કોર્ટે (local court in Ranchi) એક પુરુષને તેની પત્ની સાથે તેની મરજી...
ranchi   સંમતિ વિના શારીરિક સંબંધ બાંધવા બદલ પતિ દોષિત  કોર્ટ 30 સપ્ટેમ્બરે સંભળાવશે સજા
  • પતિનું પત્નીની સંમતિ વિના શારીરિક બાંધવું ખોટું
  • કોર્ટ 30 સપ્ટેમ્બરે સંભળાવશે સજા
  • પત્ની સાથે તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધો રાખવા માટે કેસ નોંધવામાં આવ્યો

રાંચીની એક સ્થાનિક કોર્ટે (local court in Ranchi) એક પુરુષને તેની પત્ની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ (Physical relationship) બાંધવા બદલ દોષિત ઠેરવ્યો છે. હવે 30 સપ્ટેમ્બરે કોર્ટ તેને સજા સંભળાવશે. 2015 માં, રાંચીમાં રણધીર નામના વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ તેની પત્ની સાથે તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધો રાખવા માટે કેસ નોંધવામાં આવ્યો હતો.

Advertisement

વિધવા માતા પર દુષ્કર્મ

એક રિપોર્ટ અનુસાર, 2016માં મહિલાએ રણધીર વિરુદ્ધ દહેજનો કેસ પણ દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને તેની સામે પુરાવા મળ્યા અને 9 વર્ષથી વધુ ચાલેલા ટ્રાયલ બાદ તેને દોષિત ઠેરવવામાં આવ્યો. કોર્ટ હવે 30 સપ્ટેમ્બરે સજા સંભળાવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, અન્ય એક કેસમાં, ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાની અદાલતે તેની વિધવા માતા પર દુષ્કર્મ કરવા બદલ 36 વર્ષીય વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આરોપી આબિદ પર 51 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ ઘટના 16 જાન્યુઆરી, 2023 ના રોજ બની હતી, જ્યારે 60 વર્ષીય મહિલા અને આરોપી પ્રાણીઓ માટે ઘાસચારો લાવવા તેમના ઘરની નજીકના ખેતરમાં ગયા હતા. જ્યારે માતા ઘાસચારો લાવવામાં વ્યસ્ત હતી. ત્યારે આબિદે તેના પર હુમલો કર્યો, તેના મોંઢામાં કપડું ભર્યું અને પછી તેના પર દુષ્કર્મ કર્યો હતો.

સરકારી વકીલે કહ્યું કે, ઘટના બાદ આબિદે તેની માતાને કહ્યું કે તે ઈચ્છે છે કે તે તેની પત્નીની જેમ જીવે. તેણે તેને ધમકી પણ આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તે તેને મારી નાખશે. તેના પુત્રની ધમકીઓ છતાં, મહિલાએ તેના પડોશીઓને ઘટના વિશે જાણ કરી, જેણે પછી પીડિતાના નાના પુત્રને ઘટના વિશે જાણ કરી.

Advertisement

આ પણ વાંચો:   Mahalakshmi case : હત્યાના થોડા કલાક પહેલા જ આરોપી પોલીસને 1 હજાર આપીને છુટ્યો હતો

Advertisement
Tags :
Advertisement

.