Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેમલગ્ન માટે આગામી સમયમાં જરૂરી બની શકે છે મા-બાપની સંમતિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા સંકેત

આજની યુવાપેઢીમાં મા-બાપની સંમતિ વગર ઘરેથી ભાગીને લગ્ન કરી લેવાનું ચલણ વધી રહ્યુ છે.. ત્યારે આગામી સમયમાં પ્રેમ લગ્ન માટે મા-બાપની સંમતિ કાયદા મુજબ જરૂરી બને તેવું પણ બની શકે છે.. મહેસાણામાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે...
પ્રેમલગ્ન માટે આગામી સમયમાં જરૂરી બની શકે છે મા બાપની સંમતિ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા સંકેત

આજની યુવાપેઢીમાં મા-બાપની સંમતિ વગર ઘરેથી ભાગીને લગ્ન કરી લેવાનું ચલણ વધી રહ્યુ છે.. ત્યારે આગામી સમયમાં પ્રેમ લગ્ન માટે મા-બાપની સંમતિ કાયદા મુજબ જરૂરી બને તેવું પણ બની શકે છે.. મહેસાણામાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ વાતનો સંકેત આપ્યો

Advertisement

મહેસાણા સરદાર પટેલ સેવાદળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોકરીઓને ભગાડી જવાના બનાવો અટકાવવા બાબતે પણ ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવાની હૈયાધારણ આપી હતી. તેમણે કહ્યું હતું આ બાબતે પણ અભ્યાસ કરી સારૂ પરિણામ મળી શકે તેવા પ્રયત્નો કરીશું. તેમણે ગુજરાતમાં પ્રેમલગ્નમાં વાલીઓની મંજૂરી ફરજિયાત થઈ શકે છે તેવા સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે આ મામલે આપણને બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું.

Advertisement

Advertisement

Tags :
Advertisement

.