Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી

એક તરફ ટૂંક સમયમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવવને ગણતરીના મહિનઓ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર પ્રજા લક્ષી મહત્ત્વના નિર્ણયો લઇ રહી છે. આજે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી રાજ્યની ત્રણ મહાનગર પાલિકાઓમાં 4 નવી ટી,પી સ્કીમને મંજૂરી અપાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ-એક ડà
રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી
એક તરફ ટૂંક સમયમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવવને ગણતરીના મહિનઓ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર પ્રજા લક્ષી મહત્ત્વના નિર્ણયો લઇ રહી છે. આજે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી રાજ્યની ત્રણ મહાનગર પાલિકાઓમાં 4 નવી ટી,પી સ્કીમને મંજૂરી અપાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ-એક ડ્રાફ્ટ ટીપી સ્કિમ અને જુનાગઢની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે.
 
અમદાવાદ, સુરત જૂનાગઢમાં વિકાસ થશે
અમદાવાદ મહાનગરપાલિકામાં  વટવાની પ્રીલીમનરી TPસ્કીમ નં. 80નો ઉપયોગ  સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ બનાવવમાંટે કરાશે. આ ટી.પી સ્કીમ અંતર્ગત  આશરે 4.26  હેકટર્સ જમીન મળતાં ત્યાં 4000 જેટલા રહેણાંક મકાનો બનશે. સાથે જ ઔડા અંતર્ગત કઠવાડામાં ડ્રાફટ ટીપી સ્કીમ નં. 426 (કઠવાડા) ને પણ મંજૂરી અપાઇ છે. સાથે જ ડાયમંડ સિટી સુરત મહાનગરપાલિકાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં-૪૦ ડિંડોલી પણ મંજૂર કરી છે.  તેમજ ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. 10 શાપુરને પણ લીલી ઝંડી મળી  છે.
પ્રાથમિક સુવિધા સાથે  બગીચા, તથા રમત- ગમતના મેદાન બનશે
અમદાવાદ શહેરને વધુ સુવિકસિત કરવા TP સ્કીમ નં. 80 વટવામાં સારા આવાસો સાથે જ પ્રાથમિક સુવિધા યુક્તબાગ-બગીચા, તથા રમત-ગમતના મેદાન માટે 2.73 હેકટર્સ, જાહેર સુવિધા માટે 5.76 હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે 6.36 હેક્ટર્સ જમીન મળી કુલ આશરે 19.13 હેકટર્સ જમીન સંપાદિત થશે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી સુરત મહાનગરપાલિકાની પ્રારંભિક ટી.પી સ્કીમ ૪૦ ડિંડોલીને પરિણામે સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ માટે આશરે 2.40 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ જમીન પર 2100 જેટલા રહેણાક આવાસો બનાવાશે.
Advertisement
Tags :
Advertisement

.