Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યે હમ હૈ, યે હમારા JCB હૈ, ઓર યે હમારી ડિમોલેશન કી પાર્ટી હો રહી હૈ...

ઉત્તર પ્રદેશમાં બુલડોઝર અધિકારીઓ માથા ઉંચા કરી રહ્યા છે. હવે અધિકારીઓએ બુલડોઝર સાથેની તસવીરો મૂકીને સોશિયલ મીડિયા પર સ્ટેટસ પોસ્ટ કરવાનું પણ  શરૂ કરી દીધું છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં હાજર મેજિસ્ટ્રેટ રમેશ સચાને બુલડોઝર સાથેનો ફોટો શેર કર્યા અને લખ્યું, 'આ અમે છીએ, આ અમારી કાર છે અને અમારી પાર્ટી થઈ રહી છે.'નાયબ મેજિસ્ટ્રેટ રમેશ સચàª
યે હમ હૈ  યે હમારા jcb હૈ  ઓર યે હમારી ડિમોલેશન કી પાર્ટી હો રહી હૈ
Advertisement
ઉત્તર પ્રદેશમાં બુલડોઝર અધિકારીઓ માથા ઉંચા કરી રહ્યા છે. હવે અધિકારીઓએ બુલડોઝર સાથેની તસવીરો મૂકીને સોશિયલ મીડિયા પર સ્ટેટસ પોસ્ટ કરવાનું પણ  શરૂ કરી દીધું છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં હાજર મેજિસ્ટ્રેટ રમેશ સચાને બુલડોઝર સાથેનો ફોટો શેર કર્યા અને લખ્યું, 'આ અમે છીએ, આ અમારી કાર છે અને અમારી પાર્ટી થઈ રહી છે.'
નાયબ મેજિસ્ટ્રેટ રમેશ સચાનના આ સ્ટેટ્સની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઇ રહી છે અને મુદ્દો ટોક ઓફ થઈ ટાઉન બની રહી છે.  ગઈકાલે એટલે કે 20 એપ્રિલના રોજ, હમીરપુર જિલ્લાના કુરારા પોલીસ સ્ટેશન હેઠળના પટારા ગામમાં રહેતા કુખ્યાત ગેંગસ્ટર રોહિત યાદવની કિંમતી ગેરકાયદેસર જમીન પર પોલીસ અને વહીવટીતંત્રે બુલડોઝર ફેરવ્યું હતું. જમીન પરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ બુલડોઝર ઝુંબેશમાં નાયબ મેજિસ્ટ્રેટ રમેશ સચાન પણ હાજર રહ્યા હતા.
ડિમોલેશનની આ કાર્યવાહી બુલડોઝર સાથે પોતાના મોબાઈલમાં કેદ કર્યા બાદ સ્ટેટસ મુકવામાં આવ્યું હતું. તેણે પહેલી તસવીરમાં કેપ્શન લખ્યું હતું કે, 'આ અમે છીએ, આ અમારી કાર છે' અને બીજી તસવીર સાથે તેણે લખ્યું છે કે, 'આ અમારી પાર્ટી છે.' આ મામલામાં, જ્યારે મીડિયાએ  નાયબ મેજિસ્ટ્રેટ રમેશ સચાન સાથે વાત કરવા માંગતા હતા ત્યારે તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં હોવાનું કહીને પછી બોલવાનું કહ્યું હતું.
Tags :
Advertisement

Trending News

.

×