Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્ષ 2016નાં સરદારનગરના ચકચારી હત્યા કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ

અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ શું હતો સમગ્ર મામલો શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા પરષોત્તમ બચુભાઇ ધવલે જયરણછોડ જનકલ્યાણ ફાઉન્ડેશનના નામે એક ટ્રસ્ટ બનાવ્યું હતું. આ ટ્રસ્ટ હેઠળ વર્ષ 2015માં પરષોત્તમે હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવા સરકારમાં અરજી કરી હતી. જો...
વર્ષ 2016નાં સરદારનગરના ચકચારી હત્યા કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ

અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

Advertisement

શું હતો સમગ્ર મામલો
શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા પરષોત્તમ બચુભાઇ ધવલે જયરણછોડ જનકલ્યાણ ફાઉન્ડેશનના નામે એક ટ્રસ્ટ બનાવ્યું હતું. આ ટ્રસ્ટ હેઠળ વર્ષ 2015માં પરષોત્તમે હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવા સરકારમાં અરજી કરી હતી. જો કે, પરષોત્તમના સમાજના પ્રવિણ ઉર્ફે પ્રતાપે આ મામલે વાંધો ઉઠાવતા જમીન મળી ન હતી. જેથી બન્ને વચ્ચે તકરાર થઇ હતી. આ દરમિયાન અદાવતને પરષોત્તમ, તેના દિકરા પ્રવિણ ઉર્ફે ભોલો પરષોત્તમ ધવલ, પ્રતાપ ઉર્ફે પલક પરષોત્તમ ભાઇ ધલવ, જમાઇ સુનિલ બાબુભાઇ રાકાણી , પરષોત્તમના મિત્ર મહેન્દ્ર ઉર્ફે લાલ બાદશાહ પ્રતાપભાઇ સિસોદીયા, રશ્મી રાકાણી અને આશાબહેન પરષોત્તમભાઇ ધવલે હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ત્યારબાદ કારણે 6-6-2016ના રોજ પ્રવિણ ઉર્ફે પ્રતાપને આરોપીઓએ છરીના ઘા માર્યા હતા. આ ઉપરાંત ગાડી ચઢાવા પ્રવિણના સાળાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સરદાનગર પોલીસે ફરિયાદ નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

સેશન્સ કોર્ટે શું કર્યું મહત્વનું અવલોકન
શહેરના સરદાનગર વિસ્તારમાં હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં એડિશનલ સેશન્સ જજ એમ.આર.શાહે પિતા, બે પુત્ર, જમાઇ સહિત પાંચને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે બે મહિલાઓને પુરાવાના અભાવે છોડી મુકવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે, જે પુરવાર થાય છે ત્યારે આવા આરોપીઓ સામે દયા ન દાખવી શકાય.

Advertisement

આ કેસમાં ચાર્જશીટ થતા કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓએ પ્લાન કરી હત્યા કરી છે, આ ઉપરાંત મૃતકના સાળા પર ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખોય કેસ પુરવાર થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે પરષોત્તમ, તેના બે દિકરા, જમાઇ અને મિત્રને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે રશ્મી અને આશાબહેનને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કર્યો છે.

આરોપી પ્રવીણ ઉર્ફે ભોલો ધવલ કોણ છે?
પ્રવિણ ઉર્ફે ભોલો જેલ કુદી ભાગ્યો હતો. આ કેસમાં પ્રવિણ ઉર્ફે ભોલો ધવલ જેલમાં હતો. આ દરમિયાન શ્રાવણ મહિનામાં જુગાર રમવા માટે પ્રવીણ ધવલ ઉર્ફે ભોલો જેલની ૧૯ ફૂટ ઊંચી દીવાલ કૂદીને ભાગ્યો હતો. માતાની સમજાવટથી હાજર થયેલા 20 વર્ષના આરોપી પ્રવીણે આપેલી કેફિયતથી પોલીસે આંચકો અનુભવ્યો. પ્રવીણને પાડોશીની હત્યાનો કેસ લડવા અને પરિવાર માટે પૈસાની જરૂરી હતી અને પોતે જુગાર રમવામાં ‘એક્સપર્ટ’ હોવાથી કમાણી કરી લેવા માટે ભાગ્યો હતો. પ્રેમિકા અંજલીએ આર્થિક મદદ કરતાં પ્રવીણ કલોલમાં મિત્રને ત્યાં પહોંચ્યો હતો. પણ, માતાનો સંપર્ક કરતાં તેની સમજાવટથી પોલીસમાં હાજર થયો હતો.

Advertisement

આ પણ વાંચો : PI નું મોત થતા POLICE મિત્રોએ મદદ માટે 53 લાખ એકઠાં કર્યા

Tags :
Advertisement

.