Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી પોલીસ કમિશનરના નામ અને ફોટાનો ઉપયોગ કરી અપાઇ ધમકી

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના નામ અને ફોટાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે વ્યવસાયે વકીલ મનજીત સિંહને તેના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી ધમકીઓ ભરેલા મેસેજ મળ્યા. આ મેસેજ વોટ્સએપ દ્વારા કરવામાં આવ્યા હતા, જેના પર ડિસ્પ્લે પ્રોફાઇલ ફોટો દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાનો હતો. ફરિયાદી દ્વારા જ્યારે Truecaller પર તે નંબર સર્ચ કરવામાં આવ્યો તà
દિલ્હી પોલીસ કમિશનરના નામ અને ફોટાનો ઉપયોગ કરી અપાઇ ધમકી
Advertisement
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના નામ અને ફોટાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે વ્યવસાયે વકીલ મનજીત સિંહને તેના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી ધમકીઓ ભરેલા મેસેજ મળ્યા. આ મેસેજ વોટ્સએપ દ્વારા કરવામાં આવ્યા હતા, જેના પર ડિસ્પ્લે પ્રોફાઇલ ફોટો દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાનો હતો. 
ફરિયાદી દ્વારા જ્યારે Truecaller પર તે નંબર સર્ચ કરવામાં આવ્યો તો તેમાં પણ રાકેશ અસ્થાનાનું નામ પણ જોવા મળ્યું અને પ્રોફાઇલ પર યુનિફોર્મમાં ફોટો જોવામાં આવ્યો. આ જોતાં જ મનજીત સિંહે ઈમેલ દ્વારા દિલ્હી પોલીસને ફરિયાદ મોકલી હતી અને તેમાં સંપૂર્ણ વિગતો પણ લખી હતી.
 દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFSC યુનિટે આ મામલે એફઆઈઆર નોંધી છે અને અજાણ્યા નંબરનો ઉપયોગ કોણ કરી રહ્યું છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 21 મેના રોજ દિલ્હી પોલીસને ઈમેલ દ્વારા ફરિયાદ મળી હતી. ફરિયાદીનું નામ મનજીત સિંહ છે, જેમણે પોતાનો વ્યવસાય વકીલ તરીકે દર્શાવ્યો છે.
ફરિયાદીએ જણાવ્યું કે તેને અજાણ્યા નંબર પરથી તેના મોબાઈલ ફોન પર વોટ્સએપ મેસેજ આવ્યા હતા જેમાં ધમકી લખવામાં આવી હતી કે તેને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. આ સિવાય મનજીત સિંહને તે જ અજાણ્યા નંબર પરથી ફોન આવવા લાગ્યા હતા. જ્યારે મનજીત સિંહે વોટ્સએપના ડિસ્પ્લે પ્રોફાઇલ પિક્ચર પર જોયું તો તેના પર દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાનો ફોટો હતો.
જ્યારે મનજીત સિંહે Truecaller પર તે નંબર સર્ચ કર્યો તો તેના પર પણ રાકેશ અસ્થાનાનું નામ અને ફોટો દેખાવા લાગ્યા. આ અંગે મનજીત સિંહે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ મામલો સાયબર ક્રાઈમ સાથે સંબંધિત હોવાથી પોલીસે આ મામલો સ્પેશિયલ સેલના IFSC યુનિટને સોંપ્યો હતો. હાલમાં આ મામલે FIR નોંધવામાં આવી છે. ફરિયાદીએ પોલીસને ચેટ અને ટ્રુકોલરના સ્ક્રીનશોટ પણ આપ્યા છે. પોલીસ આ નંબર વિશે તમામ માહિતી એકઠી કરી રહી છે અને ટૂંક સમયમાં આ નંબરનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોધી કાઢવામાં આવશે.
પોલીસનું કહેવું છે કે આ નંબરથી બીજા કેટલા લોકોને ધમકી આપવામાં આવી છે તે જાણી શકાશે, કારણ કે આ નંબરની આડમાં દિલ્હી પોલીસ કમિશનરના નામ અને ફોટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
Tags :
Advertisement

Trending News

.

×