High Court of Gujarat : ભળતા નામના કારણે એડવોકેટ છે પરેશાન !
ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) ના એક એડવોકેટ મીડિયામાં આવતા સમાચારોથી હાલ પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. એક સરખા નામના કારણે વકીલ ધર્મેશ સી. ગુર્જર (Advocate Dharmesh C Gurjar) સંખ્યાબંધ ફોન કોલ્સથી હેરાન થઈ ગયા છે. તેમના જેવા નામવાળા...
Advertisement
ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) ના એક એડવોકેટ મીડિયામાં આવતા સમાચારોથી હાલ પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. એક સરખા નામના કારણે વકીલ ધર્મેશ સી. ગુર્જર (Advocate Dharmesh C Gurjar) સંખ્યાબંધ ફોન કોલ્સથી હેરાન થઈ ગયા છે. તેમના જેવા નામવાળા લાંચીયા વકીલ ધર્મેશ જે. ગુર્જર (Advocate Dharmesh J Gurjar) સામે હાઈકોર્ટે રેકર્ડ સાથે છેડછાડ કરવાના મામલામાં આંખ લાલ કરી છે. જ્યારે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે (Bar Council of Gujarat) 6 મહિના માટે વકીલાતથી દૂર કરવાનો હુકમ કર્યો છે. ભળતા નામના કારણે કરે કોઈ અને પરેશાન કોઈ અન્ય થાય તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે.
શું છે સમગ્ર મામલો ? : પ્રેક્ટિસિંગ એડવોકેટ અને કોર્ટ કમિશનર (Practicing Advocate and Court Commissioner) તરીકે ફરજ દરમિયાન ધર્મેશ જીવણલાલ ગુર્જર રૂપિયા 1 લાખની લાંચ લેતા ઓક્ટોબર-2019માં ACB ના હાથે ઝડપાયા હતા. માગી હતી. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India) ના બાકી લેણા માટે મિલકતની હરાજીની રકમ વધારવા અને જાહેર કરેલા ઓકશનને બંધ રાખવા DRT (Debts Recovery Tribunal) માં કરાયેલી અરજી પર ડિફોલ્ટરની તરફેણમાં કાર્યવાહી કરવા ધર્મેશ જે. ગુર્જરે લાંચ લીધી હતી. આ મામલે થયેલી ફરિયાદને રદ કરાવવા ACB ના આરોપી ધર્મેશ જે. ગુર્જરે હાઈકોર્ટમાં કવૉશિંગ પિટિશન (Quashing Petition) કરી હતી. જેની સુનાવણી ના થાય તે માટે ધર્મેશ જે. ગુર્જરે હાઈકોર્ટના રેકર્ડ સાથે ચેડાં કરી છળકપટનો ખેલ ખેલ્યો હતો. આ કારણસર હાઈકોર્ટે ધર્મેશ જે. ગુર્જર સામે આંખ લાલ કરી છે. હાઈકોર્ટમાં વકીલ ધર્મેશ જે. ગુર્જરે કરેલા ગંદા ખેલના કારણે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે તેમને 6 મહિના માટે વકીલાત કરવા પર પ્રતિબંધ (Banned Practicing Law) ફરમાવ્યો છે. જવાબો આપીને થાકી ગયો : લાંચ કેસમાં પકડાયેલા એડવોકેટ ધર્મેશ જે. ગુર્જરે હાઈકોર્ટમાં કરેલા કાંડ અને બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે કરેલી કાર્યવાહી બાદ પ્રકાશિત થયેલા સમાચારોએ એક અન્ય વકીલને પરેશાન કરી મૂક્યા છે. ધર્મેશ સી. ગુર્જર નામના જાણીતા એડવોકેટ પણ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેકટિસ કરે છે. એક સરખા નામ અને અટક હોવાથી અનેક અસીલો-પરિચિતો મામલો જાણવા અને તેમની સામે કાર્યવાહી થઈ હોવાનું સમજીને એડવોકેટ ધર્મેશ સી. ગુર્જરને ફોન કરી રહ્યાં છે. ભળતું નામ અને સમાચારોના મથાળામાં ધર્મેશ ગુર્જર સામે કાર્યવાહી જેવા મથાળાઓના કારણે ખુલાસા કરી કરીને થાકી ગયા છે.આ પણ વાંચો---DYSP પટેલ અને રોજિયાને કેમ અપાયા આઉટ ઑફ ટર્ન પ્રમોશન ?
Advertisement
Advertisement