Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Aam Aadmi Party : મનીષ સિસોદિયા, સંજય સિંહ સહિત આ નેતાઓ જઈ ચૂક્યાં છે જેલ, જાણો વિગત

આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) લઈ મોટા સમાચાર આવ્યા છે. કથિત દારૂ કૌભાંડમાં (Delhi liquor scam) CM અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુશ્કેલીઓમાં વધારો થયો છે. માહિતી મુજબ, સતત 9 સમન્સ મોકલ્યા બાદ પણ હાજર ન થતા ED ની...
aam aadmi party   મનીષ સિસોદિયા  સંજય સિંહ સહિત આ નેતાઓ જઈ ચૂક્યાં છે જેલ  જાણો વિગત

આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) લઈ મોટા સમાચાર આવ્યા છે. કથિત દારૂ કૌભાંડમાં (Delhi liquor scam) CM અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુશ્કેલીઓમાં વધારો થયો છે. માહિતી મુજબ, સતત 9 સમન્સ મોકલ્યા બાદ પણ હાજર ન થતા ED ની ટીમ આખરે ગુરુવારે સાંજે 10 માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી અને તેમની ધરપકડ કરી છે. લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા આપ (AAP) પાર્ટીની મુશ્કેલીઓ વધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ AAP પાર્ટીના અન્ય ઘણા નેતાઓ સામે પણ વિવિધ આરોપો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડની આ કાર્યવાહીમાં AAP પાર્ટીના સાંસદથી લઈને ધારાસભ્ય સામેલ છે. આ યાદીમાં મનીષ સિસોદિયા (Manish Sisodia), સત્યેન્દ્ર જૈન (Satyendra Jain), સંજય સિંહ (Sanjay Singh) અને જિતેન્દ્ર સિંહ તોમર (Jitendra Singh Tomar) સહિતના કેટલાક નેતાઓના નામ સામેલ છે. અહીં જાણો વિગત...

Advertisement

મનીષ સિસોદિયા :

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના (AAP) નેતા મનીષ સિસોદિયાની (Manish Sisodia) 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ CBI દ્વારા અને ત્યાર બાદ માર્ચમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી દારૂ કૌભાંડમાં CBI અને ED એ સિસોદિયાને આરોપી ગણાવ્યા હતા. મનીષ સિસોદિયા વિરુદ્ધ ED એ મની લોન્ડરિંગ (money laundering) અને CBI એ ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો. ઉપરાંત, તેમના પર દિલ્હીમાં દારૂની નીતિ (liquor policy) બનાવતી વખતે હેરાફેરીનો પણ ગંભીર આરોપ છે. મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં છે. તાજેતરમાં મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લીકર પોલિસી કેસની સુનાવણી દરમિયાન મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 6 એપ્રિલ સુધી લંબાવી હતી. અગાઉ, 7 માર્ચે મનીષ સિસોદિયાના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 19 માર્ચ સુધી લંબાવી હતી.

Advertisement

સંજય સિંહ :

આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાજ્યસભા સાંસદ સંજય સિંહની (Sanjay Singh) દિલ્હી દારૂ કૌભાંડમાં ED એ ધરપકડ કરી હતી. પહેલીવાર ડિસેમ્બર 2022 માં દારૂ નીતિ કૌભાંડમાં (liquor policy scam) સંજય સિંહનું નામ સામે આવ્યું હતું. ઇડીની ચાર્જશીટ મુજબ, ઉદ્યોગપતિ અને આરોપી દિનેશ અરોરા (Dinesh Arora) સંજય સિંહને મળ્યો હતો અને સંજય સિંહના કહેવા પર અરોરાએ દિલ્હી ચૂંટણી માટે ફંડ એકઠું કર્યું અને સિસોદિયાને કરોડો રૂપિયાનો ચેક આપ્યો હતો. બદલામાં, સંજય સિંહે અરોરાનો એક કેસ ઉકેલ્યો જે આબકારી વિભાગ પાસે પડતર હતો. જણાવી દઈએ કે, સંજય સિંહ ગયા વર્ષે 4 ઓક્ટોબરથી જેલમાં બંધ છે. જો કે, દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે મંગળવારે જ રાજ્યસભાના (Rajya Sabha) સભ્ય તરીકે શપથ લીધા હતા. તિહાર જેલના અધિકારીઓને અદાલત દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સંજય સિંહને 19 માર્ચે શપથ લેવાના હેતુથી પૂરતી સુરક્ષા હેઠળ સંસદમાં લઈ જવામાં આવે અને શપથ બાદ તેમને સુરક્ષિત રીતે જેલમાં પાછા લાવવામાં આવે.

સત્યેન્દ્ર જૈન :

દિલ્હીના તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈનની (Satyendra Jain) 31 મે, 2022 ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIR ના આધારે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની-લોન્ડરિંગ કેસમાં એજન્સી દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. એજન્સીઓના આરોપ મુજબ, સત્યેન્દ્ર જૈને 14 ફેબ્રુઆરી, 2015 થી 31 મે, 2017 સુધી અનેક લોકોના નામે કેટલીક મિલકતો ખરીદી હતી, જેના માટે તે સંતોષકારક હિસાબ આપી શક્યા નહોતા. સોમવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) તેમની નિયમિત અરજી ફગાવી દીધી હતી. આ પછી તેમણે સાંજે આત્મસમર્પણ કર્યું. અંદાજે નવ મહિના પછી સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં પરત ફર્યા છે. જૈન મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ છે. જૈન અગાઉ તબીબી આધાર પર વચગાળાના જામીન પર બહાર આવ્યા હતા.

Advertisement

વિજય સિંગલા :

આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) અને પંજાબ સરકારમાં આરોગ્ય મંત્રી વિજય સિંગલા (Vijay Singla) ભ્રષ્ટાચારના કેસ જેલમાં જઈ ચૂક્યા છે. જો કે, સીએમ ભગવંત માને તેમને તાત્કાલિક અસરથી કેબિનેટમાંથી બરતરફ કરી દીધા હતા. હાલ, સિંગલા જામીન પર બહાર છે પરંતુ કેસ ચાલી રહ્યો છે. પંજાબની એન્ટી કરપ્શન બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી.

અમાનતુલ્લા ખાન :

દિલ્હી એન્ટી કરપ્શન બ્યુરોએ 16 સપ્ટેમ્બર, 2022ના રોજ દિલ્હી વક્ફ બોર્ડમાં ભ્રષ્ટાચારના આરોપમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની (Amanatullah Khan) ધરપકડ કરી હતી. 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. તાજેતરમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની જામીન અરજી પર કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઈડી મની લોન્ડ્રીંગ કેસ હેઠળ તપાસ કરી રહી છે. અગાઉ 1 માર્ચે જામીન અરજી રદ કરવામાં આવી હતી.

જિતેન્દ્ર સિંહ તોમર :

AAP સરકારમાં કાયદામંત્રી રહી ચૂકેલા જિતેન્દ્ર સિંહ તોમરે (Jitendra Singh Tomar) વર્ષ 2015 માં પદ છોડવું પડ્યું હતું. નકલી ડિગ્રી કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સાલ 2020 માં, દિલ્હી હાઈકોર્ટે તેમની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો, જ્યાં તેઓ વર્ષ 2015 ની ચૂંટણી નોમિનેશનમાં નકલી ડિગ્રી માટે દોષી સાબિત થયા હતા.

આ સિવાય આપ નેતાઓની વાત કરીએ તો આ ધારાસભ્યો પણ જેલ જઈ ચૂક્યા છે, જેમાં નરેશ યાદવ (Naresh Yadav), અખિલેશ પાટી ત્રિપાઠી, મનોજ કુમાર,જગદીપ સિંહ (Jagdeep Singh), મહેન્દ્ર યાદવ, સુરિન્દર સિંઘ, દિનેશ મોહનિયા, શરદ ચૌહાણ, ડૉ.બલબીર સિંહ, પ્રકાશ જરવાલ (Prakash Jarwal), અમિત રતન કોટફટ્ટાના નામ સામેલ છે.

આ પણ વાંચો - Arvind Kejriwal : CM અરવિંદ કેજરીવાલની ધરપકડ, દારૂ કૌભાંડમાં પૂછપરછ બાદ ED ની કાર્યવાહી

આ પણ વાંચો - Arvind Kejriwal સામે એક્શન લેવાતા AAP ની આડોડાઇ, સમર્થકોને રસ્તા પર ઉતરવાની અપીલ…

આ પણ વાંચો - Arvind Kejriwal : 9 સમન્સ આપ્યા છતાં કેજરીવાલ ED સમક્ષ હાજર ન થયા, હવે SC નો દરવાજો ખટખટાવ્યો…

Tags :
Advertisement

.