Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને રાહત, કોર્ટનો ન્યાયિક કસ્ટડી વધારવાનો ઇનકાર

CBIની વિશેષ અદાલતે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ન્યાયિક કસ્ટડી વધારવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થવાને કારણે કસ્ટડીમાં હોવા છતાં તેને ન તો રજૂ કરવામાં આવ્યા અને ન તો તે એકવાર પણ કોર્ટમાં પહોંચ્યા. તેથી વિશેષ કોર્ટે જૈનની કસ્ટડી વધારવાને બદલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવા જણાàª
મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને રાહત  કોર્ટનો ન્યાયિક કસ્ટડી વધારવાનો ઇનકાર
Advertisement

CBIની વિશેષ અદાલતે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ન્યાયિક કસ્ટડી વધારવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થવાને કારણે કસ્ટડીમાં હોવા છતાં તેને ન તો રજૂ કરવામાં આવ્યા અને ન તો તે એકવાર પણ કોર્ટમાં પહોંચ્યા. તેથી વિશેષ કોર્ટે જૈનની કસ્ટડી વધારવાને બદલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવા જણાવ્યું છે.

ઈડીએ 30 મેના રોજ મની લોન્ડરિંગના આરોપમાં જૈનની ધરપકડ કરી હતી. અગાઉ એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ જૈનના પરિવાર અને કંપનીઓની રૂ. 4.81 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. જેમા અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય કંપનીઓની સંપત્તિનો સમાવેશ થાય છે.
જૈન પર આરોપ છે કે તેણે દિલ્હીમાં અનેક કંપનીઓ શરૂ કરી છે અથવા ખરીદી છે. તેણે કોલકાતામાં ત્રણ હવાલા ઓપરેટરોની 54 કંપનીઓ દ્વારા 16.39 કરોડ રૂપિયાનું કાળું નાણું પણ ક્લિયર કર્યું હતું.  ઈન્ડો અને અકિંચન નામની કંપનીઓના જૈન પાસે મોટી સંખ્યામાં શેર હતા. વર્ષ  2015માં કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા બાદ જૈનના તમામ શેર તેમની પત્નીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
કેસ સામે આવ્યા બાદ તેની ધરપકડ બાદ જ્યારે EDએ મની લોન્ડરિંગના કાગળો બતાવીને જૈનને સવાલો પૂછ્યા ત્યારે તેણે કોરોનાને કારણે યાદશક્તિ ગુમાવી દીધી હોવાનો દાવો કર્યો હતો. જામીન અરજીની સુનાવણી દરમિયાન જ ઈડીએ કોર્ટને આ વાત કહી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×