CBI દ્વારા મનીષ સિસોદિયા પર સંકંજો, CBI અધિકારીઓએ પૂછ્યા આ સવાલ
દિલ્હીમાં કેજરીવાલ સરકારની દારૂની નીતિનો વિવાદ અટકતો હોય તેવું લાગતું નથી. હવે આપ પાર્ટીની છવી ચોતરફથી ખરડાઇ રહ્યી છે, શરાબ કૌંભાંડમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સોમવારે પૂછપરછ માટે CBI ઓફિસનું સમન્સ મળ્યું હતું. તે પહેલા મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીની ઓફિસમાં ગયા હતા. જ્યાં આપ પાર્ટી સમર્થકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું, અહીંથી તેઓ પાર્ટીના નેતાઓ સાથ
દિલ્હીમાં કેજરીવાલ સરકારની દારૂની નીતિનો વિવાદ અટકતો હોય તેવું લાગતું નથી. હવે આપ પાર્ટીની છવી ચોતરફથી ખરડાઇ રહ્યી છે, શરાબ કૌંભાંડમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સોમવારે પૂછપરછ માટે CBI ઓફિસનું સમન્સ મળ્યું હતું. તે પહેલા મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીની ઓફિસમાં ગયા હતા. જ્યાં આપ પાર્ટી સમર્થકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું, અહીંથી તેઓ પાર્ટીના નેતાઓ સાથે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં AAP સમર્થકો હાજર હતા.
Advertisement
આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન
પોતાની તાકાત બતાવ્યા બાદ તે તપાસ એજન્સી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા. સીબીઆઈએ મનીષ સિસોદિયાને 11 વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શનમાં એટલી વ્યસ્ત હતી કે મનીષ સિસોદિયા 11.30 વાગ્યે સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતાં.
ભ્રષ્ટાચાર કે ચૂંટણીની તપાસ
AAP નેતાઓનો દાવો છે કે સિસોદિયાને ધરપકડ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. દરમિયાન દીલ્હી સી.એમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે ગુજરાતના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. આ લોકો ત્યાં સુધી મનીષને જેલમાં રાખશે. જેથી મનીષ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર માટે જઈ શક્યો ન હતો. દરમિયાન, CBI પાસની કલમ 144 લાગુ કરવા છતાં, સંજય સિંહ અને અન્ય AAP નેતાઓ વિરોધ કરતા જોવા મળ્યા હતા. તેમને હટાવવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
સીબીઆઈ દ્વારા મનીષ સિસોદિયા સાથે આ સવાલ પૂછવામાં આવ્યા હતાં.
પ્રશ્ન 1- તમે આબકારી મંત્રાલય ક્યારથી સંભાળી રહ્યા છો?
પ્રશ્ન 2- આબકારી નીતિમાં તમારી દખલગીરી કેટલી છે?
પ્રશ્ન 3- નવી દારૂની નીતિ બનાવવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો?
પ્રશ્ન 4- નવી દારૂની નીતિ અંગે કેટલી વખત બેઠક યોજાઈ?
પ્રશ્ન 5- નવી દારૂ નીતિ હેઠળ બેઠકમાં કયા અધિકારીઓ સામેલ હતા?
પ્રશ્ન 6- દારૂની નીતિની બેઠકમાં કેટલા વેપારીઓ સામેલ હતા?
પ્રશ્ન 7- સરકારી મિટિંગમાં ખાનગી લોકો કોના કહેવા પર આવ્યા?
પ્રશ્ન 8- તમે અભિષેક બોઈનપલીને કેટલી વાર મળ્યા?
પ્રશ્ન 9- દિલ્હીના એલજીની મંજૂરી વગર નવી દારૂની નીતિ લાગુ કરવાનો નિર્ણય કોનો હતો?
પ્રશ્ન 10- લાઇસન્સ ધારકોને કરોડોની છૂટ આપવાનો નિર્ણય કોનો હતો?
પ્રશ્ન 11- શું તમને લાંચ અધિકારીઓ સુધી પહોંચવાની ખબર હતી કે નહીં?