Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hit and Run : દેશભરમાં નવા કાયદાનો વિરોધ, બસ-ટ્રક ચાલકોનો ચક્કાજામ, પેટ્રોલ પંપો પર 'Out of Stock'ના બોર્ડ

હિટ એન્ડ રનના (Hit and Run new law) નવા કાયદામાં સજાની કડક જોગવાઈનો વિરોધ કરવા માટે દેશભરમાં વાહનચાલકો હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળનો આજે બીજો દિવસ છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ સહિતના કેટલાક રાજ્યોમાં હડતાળની અસર...
hit and run   દેશભરમાં નવા કાયદાનો વિરોધ  બસ ટ્રક ચાલકોનો ચક્કાજામ  પેટ્રોલ પંપો પર  out of stock ના બોર્ડ

હિટ એન્ડ રનના (Hit and Run new law) નવા કાયદામાં સજાની કડક જોગવાઈનો વિરોધ કરવા માટે દેશભરમાં વાહનચાલકો હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળનો આજે બીજો દિવસ છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ સહિતના કેટલાક રાજ્યોમાં હડતાળની અસર જોવા મળી રહી છે. કેટલાક રાજ્યોમાં તો હાઇવે જામ થતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Advertisement

ઉત્તર પ્રદેશ, છત્તીસગઢમાં હડતાળની અસર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિટ એન્ડ રન (Hit and Run) મામલે નવા કાયદા વિરુદ્ધ યુપી સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. જ્યારે છત્તીસગઢમાં (Chhattisgarh) પણ રાયપુરમાં હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કરવા માટે ટ્રક ચાલકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. આ હડતાળના કારણે વાહન વ્યવહાર પર અસર થતા સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી છે.

Advertisement

સૌજન્ય- Google
મધ્ય પ્રદેશમાં અંદાજે 5 લાખ વાહનોની અવરજવર પ્રભાવિત!

ટ્રાન્સપોર્ટરોના એક સંગઠને મંગળવારે જણાવ્યું હતું કે, હિટ એન્ડ રનના (Hit and Run) નવા કાયદા વિરુદ્ધ વાહનચાલકોની હડતાળના કારણે મધ્ય પ્રદેશમાં અંદાજે 5 લાખ વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે. જ્યારે બસ અને ટ્રક ચાલકોની હડતાળના લીધે પંજાબના (Panjab) લુધિયાણામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ખતમ થઈ ગયો છે. પેટ્રોલ પંપ પર આઉટ ઓફ સ્ટોકના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ વાહનચાલકોની હડતાળને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) તમામ જિલ્લાઓમાં તંત્ર એલર્ટ મોડ પર છે. ભોપાલ, ગ્વાલિયર અને ઇન્દોર જેવા મોટા જિલ્લાઓમાં તંત્રે પેટ્રોલ પંપ પર સ્ટોકની કમીની વાતને નકારી છે. સ્થાનિક તંત્રે કહ્યું કે, પેટ્રોલ પંપો પર સ્ટોકની કોઈ કમી નથી.

Advertisement

સૌજન્ય- Google
પીથમપુર હાઇવે પર જામ

મહારાષ્ટ્રની વાત કરીએ તો હિટ એન્ડ રન (Hit and Run) મામલે નવા કાયદાની વિરુદ્ધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ડ્રાઇવરોએ વિરોધ દાખવ્યો છે. બુધવારે વહેલી સવારથી પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી છે. મધ્ય પ્રદેશના ધારમાં વાહન ચાલકોએ પીથમપુર હાઇવે પર જામ કર્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ આ હડતાળની અસર જોવા મળી છે. ટ્રાન્સપોર્ટ એસો.ની હડતાળના કારણે ધર્મશાલામાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી છે.

સૌજન્ય-Google
શું છે કાયદો?

નવા કાયદા મુજબ, અકસ્માત સર્જીને ભાગી જનારા અને દુર્ઘટનાની માહિતી ન આપનારા ચાલકોને હવે 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. સાથે જ દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આઈપીસીની કલમ 304એ (બેદરકારીથી મૃત્યુ) હેઠળ આરોપીને માત્ર બે વર્ષની જેલની સજા થઈ શકે છે.

આ પણ વાંચો - Arun Yogiraj : ‘રામલલ્લા’ની મૂર્તિ બનાવનાર અરૂણ યોગીરાજ કોણ છે? PM મોદી પણ કરી ચુક્યા છે વખાણ

Tags :
Advertisement

.