Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hit and run new law : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના વેચાણ પર કોઈ અસર નહીં :ડીલર એસો.પ્રમુખ

Hit and run new law : ગુજરાતમાં ચાલી રહેલી ટ્રક ચાલકોની હડતાળને લઇ પેટ્રોલ-ડીઝલની અછતની વાત  મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.ત્યારે વાત જાણે એમ છે કે, હિત એન્ડ રનના નવા કાયદાના (Hit and run new law) વિરોધમાં ટ્રક ચાલકોની...
hit and run new law   ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના વેચાણ પર કોઈ અસર નહીં  ડીલર એસો પ્રમુખ

Hit and run new law : ગુજરાતમાં ચાલી રહેલી ટ્રક ચાલકોની હડતાળને લઇ પેટ્રોલ-ડીઝલની અછતની વાત  મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.ત્યારે વાત જાણે એમ છે કે, હિત એન્ડ રનના નવા કાયદાના (Hit and run new law) વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે એક ચર્ચા હતી કે પેટ્રોલ-ડીઝલની અછત છે જો કે અ મામલે ગુજરાત ફેડરેશન ડીલર એસો.ના પ્રમુખનું અરવિંદ ભાઈ ઠક્કરનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણવ્યું કે અમદાવાદ અને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું છે.આ સાથે શહેરીજનોને પેટ્રોલ- ડીઝલની ચિંતા ન કરવા જણાવ્યું છે.

Advertisement

પેટ્રોલ-ડિઝલ  મામલે ચિંતા ન કરતાં: એસો.ના પ્રમુખ અરવિંદ ભાઈ ઠક્કર

ટ્રક ચાલકોની હડતાળહડતાળથી પેટ્રોલ-ડિઝલનું પરિવહન અટક્યું હોવાની વાત વહેતી થવા મામલે હવે પેટ્રોલ ડીઝલ એસોસિએશનનું  નિવેદન  સામે આવ્યું  છે. વિગતો મુજબ પેટ્રોલ-ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે, અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. આ સાથે તેમને કહ્યું કે, હડતાળ વચ્ચે શહેર અને રાજ્યમાં ઇંધણનો જથ્થો નહિ ખૂટે જેથી શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરો.

Advertisement

Advertisement

ભારતીય ન્યાય સંહિતાના એક કાયદાને લઈને દેશભરમાં વિરોધ શરૂ થયો છે. આ હિટ એન્ડ રન (Hit and run new law) પર કરવામાં આવેલી નવી જોગવાઈ છે. આ અંતર્ગત જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. વાસ્તવમાં વાહનની ટક્કર બાદ ભાગવું એ હિટ એન્ડ રન (Hit and run new law) ગણાય છે. અત્યાર સુધી આવા કેસમાં બે વર્ષની જેલ અને જામીનની જોગવાઈ હતી. આ મામલે ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે પેટ્રોલ-ડીઝલની અછતની વાત વહેતી થઈ હતી

આ પણ વાંચો -GANDHINAGAR GIFT CITY : ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગિફ્ટ સિટીમાં યોજાશે ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.