Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhattisgarh : સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 નક્સલવાદીઓ ઠાર, 1 સપ્તાહમાં 16નાં મોત

છત્તીસગઢના (Chhattisgarh) બીજાપુરમાં સુરક્ષાદળો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અથડામણમાં સુરક્ષાદળના જવાનોએ ત્રણ નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેલંગાણાની સરહદે છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગાઢ જંગલમાં સુરક્ષા દળોએ (Security forces) શનિવારે એન્કાઉન્ટરની કાર્યવાહી કરી...
chhattisgarh   સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 નક્સલવાદીઓ ઠાર  1 સપ્તાહમાં 16નાં મોત

છત્તીસગઢના (Chhattisgarh) બીજાપુરમાં સુરક્ષાદળો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અથડામણમાં સુરક્ષાદળના જવાનોએ ત્રણ નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેલંગાણાની સરહદે છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગાઢ જંગલમાં સુરક્ષા દળોએ (Security forces) શનિવારે એન્કાઉન્ટરની કાર્યવાહી કરી ત્રણ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. છેલ્લા 1 સપ્તાહ દરમિયાન 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

Advertisement

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ અથડામણ આંતરરાજ્ય સરહદ પર પુંજારી કાંકેરના જંગલમાં ત્યારે થઈ જ્યારે તેલંગાણાનું (Telangana) નક્સલ વિરોધી દળની એક ટીમ ઓપરેશન પર હતી. તેમણે કહ્યું કે, છત્તીસગઢ (Chhattisgarh) પોલીસની એક ટીમ પણ આ ટીમને મદદ કરવા માટે આ વિસ્તારમાં હાજર હતી.

Advertisement

અલગ-અલગ એન્કાઉન્ટરમાં 43 નક્સલવાદીઓ માર્યા ગયા

અધિકારીએ કહ્યું કે, દરમિયાન જંગલમાં નક્સલવાદીઓ (Naxalites) અને સુરક્ષા દળો સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા અને સ્થળ પરથી હથિયારો પણ મળી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે. માત્ર ત્રણ દિવસ પહેલાં જ બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળો (Security forces) સાથેની અંદાજે 8 કલાકની અથડામણમાં ત્રણ મહિલાઓ સહિત ઓછામાં ઓછા 13 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે, આ વર્ષે અત્યાર સુધીમાં બસ્તર ક્ષેત્રમાં સુરક્ષાદળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 43 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

સવારે લગભગ 6 વાગ્યે એન્કાઉન્ટર

બસ્તર રેન્જ પોલીસના એક અધિકારી મુજબ, ગંગાલુર (Gangalur) પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લેંદ્રા અને કોરચોલી ગામો વચ્ચેના જંગલમાં સવારે લગભગ 6 વાગ્યે એન્કાઉન્ટર થયું હતું, જ્યાં સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. સુરક્ષા દળોએ બાદમાં નક્સલવાદીઓના ઠેકાણામાંથી લાઇટ મશીન ગન (LMG), એક 303 રાઇફલ, 12 બોરની બંદૂક, મોટી સંખ્યામાં બેરલ ગ્રેનેડ લોન્ચર અને શેલો અને અન્ય શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Rajnath Singh : ઘરમાં ઘૂસીને મારીશું…રાજનાથસિંહનો પાકિસ્તાનને આકરી ચેતવણી!

આ પણ વાંચો - Attack on NIA team : પશ્ચિમ બંગાળમાં NIAની ટીમ પર હુમલો

આ પણ વાંચો - Child Trafficking : દિલ્હીમાં બાળ તસ્કરીના રેકેટ પર CBI નું મેગા ઓપરેશન

Tags :
Advertisement

.