Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડૉકટર્સ સાથેની મીટીંગ રદ્દ થયા બાદ CM મમતા બેનર્જીએ કહ્યું - હું રાજીનામું આપવા તૈયાર...

પશ્ચિમ બંગાળમાં રાજકીય તોફાન મમતા બેનર્જીએ આપ્યું રાજીનામાનું નિવેદન ડોક્ટરોની હડતાળથી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી ડોક્ટર્સ સાથે વાતચીતનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો પશ્ચિમ બંગાળ (West Bengal) માં તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલાને લઈને ઉભા થયેલા વિરોધ વચ્ચે મુખ્યમંત્રી...
ડૉકટર્સ સાથેની મીટીંગ રદ્દ થયા બાદ cm મમતા બેનર્જીએ કહ્યું   હું રાજીનામું આપવા તૈયાર
  • પશ્ચિમ બંગાળમાં રાજકીય તોફાન
  • મમતા બેનર્જીએ આપ્યું રાજીનામાનું નિવેદન
  • ડોક્ટરોની હડતાળથી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી
  • ડોક્ટર્સ સાથે વાતચીતનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો

પશ્ચિમ બંગાળ (West Bengal) માં તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલાને લઈને ઉભા થયેલા વિરોધ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Chief Minister Mamata Banerjee) એ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જો પરિસ્થિતિ આવી રહી છે તો તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું (Resign) આપવા તૈયાર છે.

Advertisement

CM મમતા બેનર્જીએ ડોક્ટરો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પણ...

આ ઘટના બાદ રાજ્યના ડોક્ટરો હડતાળ પર ઉતરી આવ્યા છે અને ન્યાયની માગ કરી રહ્યા છે. આને પગલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડોક્ટરો સાથે વાતચીત કરવા માટે એક બેઠક બોલાવી હતી. જોકે, ડોક્ટરો આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આ ઘટના બાદ મમતા બેનર્જી (CM Mamata Banerjee) ખુરશીઓ સામે એકલા બેસીને ડોક્ટરોની રાહ જોતા રહ્યા હતા. મમતા બેનર્જી (Mamata Banerjee) એ જણાવ્યું કે, તેમણે જુનિયર ડોક્ટરો સાથે વાતચીત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો અને 3 દિવસ સુધી તેમની રાહ જોઈ હતી. તેમણે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વીકાર્યો હોવા છતાં પણ ડોક્ટરો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડોક્ટરોએ તેમની સાથે વાતચીત કરવા માટે આવ્યા ન હોતા.

Advertisement

તબીબોએ ફરજ બજાવવી જોઈએઃ મુખ્યમંત્રી

મમતા બેનર્જીએ આ મામલે દેશ અને દુનિયાના લોકો પાસે માફી પણ માંગી છે જેઓ ડોક્ટરોને સપોર્ટ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમને કોઈ સમસ્યા નથી, પરંતુ તેઓ માત્ર સામાન્ય લોકો માટે ન્યાય ઈચ્છે છે. મમતા બેનર્જીએ ડોક્ટરોને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર તેમની ફરજો બજાવવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર કોઈ શિસ્તભંગના પગલાં લઈ રહી નથી, કારણ કે ક્યારેક સહન કરવું પડે છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે બહારથી કોઈ જુનિયર ડોક્ટરોને મીટિંગમાં ન જવા માટે સમર્થન કરી રહ્યું છે.

Advertisement

સારવારના અભાવે દર્દીઓના મોત થઈ રહ્યા છેઃ મમતા

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે મીટિંગમાં 15 ડોક્ટર્સ આવવાની વાત થઈ હતી, પરંતુ તેમણે કહ્યું કે 30 ડોક્ટર્સ આવશે. સરકારે આ માટે પરવાનગી આપી હતી. ડોકટરોની ત્રણ દિવસથી રાહ જોવાઈ રહી છે, પરંતુ તેઓ સતત કાર્યક્રમના લાઈવ ટેલિકાસ્ટની વાત કરી રહ્યા હતા. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને સરકાર કોર્ટના આદેશને સ્વીકારે છે, આ સમગ્ર કાર્યક્રમની વીડિયોગ્રાફી કરવામાં આવશે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તે લોકોને પણ આ વીડિયોગ્રાફી આપવામાં આવતી. તેમણે વધુમાં કહ્યું કે તે પણ આંદોલનમાંથી બહાર આવી છે, તેથી તે આંદોલનનું સન્માન કરે છે. ડોક્ટરોની હડતાળને કારણે અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં સગર્ભા મહિલાઓ સહિત 27 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો:  Kolkata Doctor Murder Case માં ચોંકાવનારું અપડેટ..!

Tags :
Advertisement

.