Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kolkata : આરજી કર હોસ્પિટલના પ્રિન્સિપાલ, MSVP અને અન્ય ઘણા આરોપીઓને પદ પરથી હટાવાયા...

કોલકાતા રેપ-મર્ડર કેસમાં બંગાળ સરકારની મોટી કાર્યવાહી બંગાળ સરકારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણી સ્વીકરી આરજી કર મેડિકલ કોલેજની સુરક્ષા માટે મહત્વની બેઠક યોજાઈ પશ્ચિમ બંગાળના કોલકાતા (Kolkata)માં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કર અને હત્યાનો મામલો ગરમાયો છે. આ દરમિયાન...
kolkata   આરજી કર હોસ્પિટલના પ્રિન્સિપાલ  msvp અને અન્ય ઘણા આરોપીઓને પદ પરથી હટાવાયા
  1. કોલકાતા રેપ-મર્ડર કેસમાં બંગાળ સરકારની મોટી કાર્યવાહી
  2. બંગાળ સરકારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણી સ્વીકરી
  3. આરજી કર મેડિકલ કોલેજની સુરક્ષા માટે મહત્વની બેઠક યોજાઈ

પશ્ચિમ બંગાળના કોલકાતા (Kolkata)માં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કર અને હત્યાનો મામલો ગરમાયો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. આરજી કર હોસ્પિટલના પ્રિન્સિપાલ સુહરિતા પોલને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સિવાય MSVP બુલબુલ મુખર્જી, ચેસ્ટ ડિપાર્ટમેન્ટ હેડ અરુણાભ દત્તા ચૌધરી અને આસિસ્ટન્ટ સુપર સુચરિતા સરકારને પણ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમે આ મોટી કર્યવાહી કરી છે.

Advertisement

બંગાળ સરકારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણી સ્વીકરી...

આ સિવાય એવા પણ સમાચાર છે કે, બંગાળ સરકારે પણ વિરોધ કરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકરી લીધી છે. તમને જણાવી દઈએ કે તાલીમાર્થી ડોક્ટરની હત્યા બાદ વિરોધ કરી રહેલા ડોક્ટરો આ લોકોને હટાવવાની માંગ કરી રહ્યા હતા. જેની સામે આજે મમતા બેનર્જીની સરકાર ઝૂકી ગઈ.

Advertisement

આરજી કર મેડિકલ કોલેજની સુરક્ષા માટે મહત્વની બેઠક...

એક સમાચાર એવા પણ છે કે આરજી કર મેડિકલ કોલેજની સુરક્ષા માટે કેન્દ્ર દ્વારા નિયુક્ત નોડલ ઓફિસર શિખર સહાય સહિત CISF ના વરિષ્ઠ અધિકરીઓએ પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય સચિવ એનએસ નિગમ, આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને અધિકરીઓ સાથે બેઠક કરી હતી. હોસ્પિટલ કોલકાતા (Kolkata) પોલીસ અધિકરીઓ સાથે CISF ના જવાનોની તૈનાતી, સુરક્ષાના પગલાં અને અન્ય પાસાઓ અંગે પણ બેઠક યોજાઈ હતી.

Advertisement

આ પણ વાંચો : બદલાપુર ઘટના પર Rahul Gandhi ગુસ્સે થયા, 'કોઈની ઈચ્છા પર નિર્ભર ન્યાય ન આપી શકાય'

સુહરિતા પોલ ક્યારે આચાર્ય બન્યા?

કોલકાતા (Kolkata)માં જ્યારે ટ્રેઇની ડોક્ટર પર બળાત્કર અને હત્યાનો મામલો સામે આવ્યો ત્યારે આરજી કર હોસ્પિટલના તત્કાલીન પ્રિન્સિપાલ સંદીપ ઘોષે વિરોધ શરૂ કર્યો હતો. વધતી નારાજગી જોઈને સંદીપ ઘોષે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને પછી સુહરિતા પોલને આ હોસ્પિટલના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા. હવે સમાચાર આવ્યા છે કે વિદ્યાર્થીઓના વિરોધ બાદ સુહરિતા પોલને પણ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Andhra Pradesh : ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં વિસ્ફોટમાં 14 કર્મચારીઓના મોત, CM નાયડુએ શોક વ્યક્ત કર્યો

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે કોલકાતા બળાત્કર-હત્યા કેસની સુનાવણી થશે...

કોલકાતા (Kolkata) રેપ મર્ડર કેસની સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી થશે. CBI એ ગુરુવારે જ પોતાનો તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપવાનો છે. આ અહેવાલ બંધ પરબિડીયામાં સબમિટ કરવામાં આવશે. CBI સમક્ષ હજુ ઘણા સવાલો છે, જેના જવાબ મળવાના બાકી છે.

આ પણ વાંચો : Ghaziabad : માતા માંગી રહી છે પુત્રનું મોત, Supreme Court એ આપ્યો મોટો નિર્ણય...

Tags :
Advertisement

.