મહિલા કુસ્તીબાજોની લડાઈ વધુ મુશ્કેલ બનશે, સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી
મહિલા કુસ્તીબાજોના મુદ્દે આવતીકાલ સુધી સુનાવણી હાથ ધરવાની વાત કરનાર સુપ્રીમ કોર્ટે પીછેહઠ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી બંધ કરી દીધી છે, સાથે જ કહેવામાં આવ્યું છે કે FIR નોંધવામાં આવી છે અને ફરિયાદ કરનારા 7 લોકોને સુરક્ષા પણ આપવામાં આવી છે. આ સિવાય જો તમને કોઈ ફરિયાદ હોય તો તમે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે જઈ શકો છો.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે કુસ્તીબાજોના વકીલની મૌખિક અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. તમારી બંને વિનંતીઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. હવે જો તમારી પાસે અન્ય કોઈ ફરિયાદ હોય, તો તમે હાઈકોર્ટ અથવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો સંપર્ક કરી શકો છો." આમ કહીને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાએ કાર્યવાહી બંધ કરી દીધી હતી.
શરૂઆતમાં, સોલિસિટર જનરલ તુષાર મહેતા, જેઓ દિલ્હી પોલીસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, તેમણે ખંડપીઠને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના 28 એપ્રિલના આદેશ મુજબ, પોલીસ દ્વારા ફરિયાદીઓને ધમકીની ધારણાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેણે બેંચને કહ્યું કે સગીર ફરિયાદીની સાથે અન્ય છ મહિલા કુસ્તીબાજો માટે પણ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે મોડી રાત્રે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કુસ્તીબાજોનો આરોપ છે કે નશામાં ધૂત પોલીસકર્મીઓએ તેમની સાથે મારપીટ કરી અને દુર્વ્યવહાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી બેડ સાથે ધરણાં સ્થળ પર પહોંચ્યા હતા, જ્યારે તેમને રોકવામાં આવ્યા તો વિવાદ શરૂ થયો હતો.
આ પણ વાંચો : નીતિશ સરકારને મોટો ઝટકો, જાતીય ગણતરી પર હાઇકોર્ટે લગાવી રોક