Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિદેશથી પાછા ફરનાર મેડીકલ સ્ટુડન્ટ હવે ભારતમાં ઇન્ટર્નશીપ કરી શકશે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, સરકારે ઓપરેશન ગંગા હેઠળ ઘરે પરત ફરી રહેલા મેડીકલ વિદ્યાર્થીઓને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે  ફોરેન મેડિકલ સ્ટુડન્ટ લાયસન્સિંગ એક્ટમાં મોટા ફેર ફાર કરવા જઇ રહી છે સરકારે યુક્રેન રશિયા યુદ્ધના કારણે ઉભી થયેલી તત્કાલીન પરિસ્થિતિમાં 20 હજારથી વધુ મેડીકલના વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખમાય તે માટે આ નિર્ણય લીધો છે. અત્
વિદેશથી પાછા ફરનાર મેડીકલ સ્ટુડન્ટ હવે ભારતમાં ઇન્ટર્નશીપ કરી શકશે
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, સરકારે ઓપરેશન ગંગા હેઠળ ઘરે પરત ફરી રહેલા મેડીકલ વિદ્યાર્થીઓને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે  ફોરેન મેડિકલ સ્ટુડન્ટ લાયસન્સિંગ એક્ટમાં મોટા ફેર ફાર કરવા જઇ રહી છે સરકારે યુક્રેન રશિયા યુદ્ધના કારણે ઉભી થયેલી તત્કાલીન પરિસ્થિતિમાં 20 હજારથી વધુ મેડીકલના વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખમાય તે માટે આ નિર્ણય લીધો છે. 
અત્યાર સુધીમાં વિદેશથી આવતાં ભારતીય મેડીકલ સ્ટુડન્ટ માટે FMGLરેગ્યુલેશન એક્ટ અમલમાં હતો. વાસ્તવમાં, અત્યાર સુધી વિદેશની મેડીકલ કોલેજોમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને, અભ્યાસક્રમની સંપૂર્ણ પૂર્ણ કર્યા બાદ ભારતની બહાર જ તાલીમ અને ઇન્ટર્નશિપ કરવી પડતી હતી. પરંતુ અત્યારના વિપરીત સમયમાં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. અને તેની અસરથી  અનેક મેડીકલના વિદ્યાર્થીઓની કરિયર જોખમમાં છે. ત્યારે  સરકારે ઓપરેશન ગંગા હેઠળ ઘરે પરત ફરી રહેલા મેડીકલ વિદ્યાર્થીઓને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. 
કેન્દ્ર સરકાર આ સંદર્ભે ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ લાઇસન્સિંગ એક્ટમાં મોટો ફેરફાર  કરવા જઈ રહ્યી છે. જેથી યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં. હવે વિદેશમાં અભ્યાસ કરતા મેડિકલ વિદ્યાર્થીઓ ભારત આવીને તેમની ઈન્ટર્નશિપ પૂર્ણ કરી શકશે. આ પહેલા વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રના મધ્યમાં પ્રવેશ અપાતો ન હતો. તે પણ હવે આપવો પડશે.   
Advertisement

આ માટે નેશનલ મેડીકલ કમિશન (NMC)એ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ઘણા વિદેશી મેડીકલ સ્નાતકો છે. આ પરિસ્થિતિ ઘણી નિયંત્રણની બહાર છે. તેથી વિદ્યાર્થીઓ આવી  કફોડી પરિસ્થિતિમાં ફસાયા છે. રશિયા-યુક્રેન-યુદ્ધથી વિદેશીમાં અભ્યાસ કરતાં ભારતીય છાત્રો પર વિપરીત અસર પડી રહી છે. આવા વિદ્યાર્થીઓ હવે સ્વદેશમાં જ પૂરી ઇન્ટર્નશિપ કરી શકે છે. સ્ટેટ મેડીકલ કાઉન્સિલ પણ આમ કરી શકે છે.  જો કે ઉમેદવારોએ ભારતમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરવા માટે અરજી કરતા પહેલા FMGE ક્લિયર કર્યું હોવું જરુરી છે.  મીડિયા અહેવાલો અનુસાર, ચીન અને યુક્રેનથી લગભગ 25 હજાર કરતાં વધુ વિદ્યાર્થીો પાછા ફર્યા છે. આ નિર્ણયથી  ચીન અને યુક્રેનથી પરત આવેલા લગભગ 25 હજાર વિદ્યાર્થીઓને FMGLએક્ટમાં ફેરફારનો લાભ મળશે. અને તેમની કરિયર અને ભવિષ્ય બચી જશે. 
Tags :
Advertisement

.