Sabarkantha : લોકસભા ચૂંટણી પૂર્વે સૌથી મોટું ઘમાસાણ, સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત...
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સાબરકાંઠા (Sabarkantha)માં ચૂંટણી પૂર્વે સૌથી મોટું ઘમાસાણ જોવા મળી રહ્યું છે. સાબરકાંઠા (Sabarkantha)માં ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકરો હિંમતનગર જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને વિરોધમાં હજારો જેટલા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આયાતી ઉમેદવારને બદલવાની માગ સાથે પોસ્ટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જે રીતે હાઈકમાન્ડે ઉમેદવારની પસંદગી કરી છે તે જોતાં ખુદ ભાજપના સમર્થકો જ ખુશ નથી. સાબરકાંઠા (Sabarkantha)માં પણ ભાજપના સમર્થકોએ જ ભાજપના ઉમેદવાર સામે વિરોધનો બૂંગિયો ફુંક્યો છે. આ બધાય ડખાં ચાલી રહ્યા છે ત્યારે ભાજપને એ વાતનો ડર સતાવી રહ્યો છેકે, ઉમેદવાર સામે અસંતોષ હોઈ ભાજપને ચૂંટણીમાં નુકશાન થઈ શકે છે.
સાબરકાંઠા બેઠક પર બદલાયા છે ઉમેદવાર...
આ પહેલા લોકસભા 2024 ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી, પ્રથમ યાદીમાં ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા (Sabarkantha) બેઠક પર ભીખાજી ઠાકોરને પક્ષની ટિકીટ આપી હતી. પરંતુ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો થતી ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી, અને ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા (Sabarkantha) લોકસભા બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી હતી.
ભાજપના કાર્યકરોમાં મતભેદની સ્થિતિ...
તમને જણાવી દઈએ કે, ગુજરાતની કેટલીક લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપના કાર્યકરોમાં મતભેદની સ્થિતિ છે. તે જ સમયે, પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ આનો ઉકેલ શોધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમરેલી, રાજકોટ, સાબરકાંઠા (Sabarkantha), સુરેન્દ્રનગર અને વડોદરા જેવી બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઈને મતભેદો સામે આવી રહ્યા છે.
સમર્થકોને રિઝવવા ખાતર ભાજપે પ્રચારની નવી રણનિતી અમલમાં મૂકી...
સમર્થકોને રિઝવવા ખાતર ભાજપે પ્રચારની નવી રણનિતી અમલમાં મૂકી છે. ભાજપના પ્રદેશના નેતાઓ ચૂંટણી પ્રચારમાં એવુ કહેતા થયા છેકે, જો તમને ઉમેદવાર સામે વાંધો હોય તો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે જોઈને ભાજપને મત આપજો. આમ, પ્રદેશના એકેય નેતાનો એવો પ્રભાવ નથી જેથી ગુજરાતમાં ભાજપે હવે ઉમેદવારની પસંદગીને લઈને બબાલ થતાં ફરી મોદીના નામે જ મત માંગવા પડ્યા છે. રોષે ભરાયેલાં સમર્થકોને રિઝવવા પણ મોદીના નામનો સહારો લેવો પડ્યો છે.
આ પણ વાંચો : Shankarsinh : દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત રચાઇ હતી
આ પણ વાંચો : AHMEDABAD: ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય,100 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરે રહેશે બંધ
આ પણ વાંચો : BAPU : આખરે શંકરસિંહની એન્ટ્રી, જાણો મામલો..