Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SABARKANTHA : સાબરડેરીની ચુંટણીમાં15 વિભાગના ઉમેદવારો બિનહરીફ બન્યા

અહેવાલ  - યશ ઉપાધ્યાય -સાબરકાંઠા    SABARKANTHA : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સંયુકત ગણાતી સાબરડેરીના (Sabar Dairy) નિયામક મંડળની ચુંટણીનું આખરી ચિત્ર ગુરૂવારે સ્પષ્ટ થઈ ચુકયુ છે ત્યારે સાબરડેરી ચેરમેનની કોઠાસુઝ અને કુનેહ બુધ્ધિથી નિયામક મંડળના 16 વિભાગ પૈકી 15...
sabarkantha   સાબરડેરીની ચુંટણીમાં15 વિભાગના ઉમેદવારો બિનહરીફ બન્યા

અહેવાલ  - યશ ઉપાધ્યાય -સાબરકાંઠા 

Advertisement

SABARKANTHA : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સંયુકત ગણાતી સાબરડેરીના (Sabar Dairy) નિયામક મંડળની ચુંટણીનું આખરી ચિત્ર ગુરૂવારે સ્પષ્ટ થઈ ચુકયુ છે ત્યારે સાબરડેરી ચેરમેનની કોઠાસુઝ અને કુનેહ બુધ્ધિથી નિયામક મંડળના 16 વિભાગ પૈકી 15 વિભાગના ઉમેદવારો બિનહરીફ બન્યા છે જેથી ભાજપે આપેલા મેન્ડેટને લીધે જિલ્લાના સહકારી અગ્રણીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી. જોકે ગુરૂવારે શરૂઆતના તબક્કામાં કેટલાક વિભાગોના ઉમેદવારોને સમજાવટ કરીને મેન્ડેટ વાળા ઉમેદવારની તરફેણમાં બાકીના ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી જોકે માલપુર બેઠક પર કોઈ સમજુતી ન થતાં ચુંટણીનું મતદાન અનિવાર્ય બન્યુ છે. મોટાભાગના વિભાગો બિનહરીફ થયા છે

Advertisement

આ અંગેની વિગત એવી છે કે સાબરડેરીના (Sabardari) નિયામક મંડળની ૧૬ બેઠકો માટે અંદાજે ૧૩ર ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેની ચકાસણી થયા બાદ પ૪ ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા, અને ૭૮ ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા હતા. ત્યારબાદ ગુરૂવાર તા.ર૯ ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થયુ હતુ.

Advertisement

જોકે મોટાભાગના વિભાગોમાં મેન્ડેટ સિવાયના ઉમેદવારોને સહકારી અગ્રણીઓની કુનેહ બુધ્ધિને કારણે ૧૬ પૈકી ૧પ વિભાગ બિનહરીફ કરવામાં સફળતા મળી હતી. જોકે માલપુર બેઠક માટે ભાજપે જે ઉમેદવારને મેન્ડેટ આપ્યો છે પરંતુ તેમના પ્રતિસ્પર્ધીએ ઉમેદવારી પત્ર પરત ન ખેંચતા માલપુર વિભાગમાં આગામી તા.૧૦ માર્ચના રોજ મતદાન અનિવાર્ય બન્યુ છે.

કેટલા વિભાગના ઉમેદવારો બિનહરીફ બન્યા

વિભાગનું નામ ઉમેદવારનું નામ

ખેડબ્રહ્મા રામાભાઈ જીવાભાઈ પટેલ
વડાલી ઋતુરાજભાઈ ડાહ્યાભાઈ પટેલ
ઈડર/૧ કેતનકુમાર નારાયણદાસ પટેલ
ઈડર/ર અશોકકુમાર રેવાભાઈ પટેલ
ભિલોડા કાંતિભાઈ નવજીભાઈ પટેલ
હિંમતનગર/૧ જેઠાભાઈ પ્રભુદાસ પટેલ
હિંમતનગર/ર ર્ડા.વિપુલભાઈ રમણભાઈ પટેલ
પ્રાંતિજ મણીભાઈ ઈશ્વરભાઈ પટેલ
તલોદ ભોગીલાલ રમણભાઈ પટેલ
મોડાસા/૧ શામળભાઈ મુળચંદભાઈ પટેલ
મોડાસા/ર સચિનકુમાર અરવિંદભાઈ પટેલ
મેઘરજ જયંતિભાઈ ભીખાભાઈ પટેલ
ધનસુરા કાંતિભાઈ સોમાભાઈ પટેલ
બાયડ/૧ શામળભાઈ બાલાભાઈ પટેલ
બાયડ/ર સુભાષભાઈ નાથાભાઈ પટેલ

આ  પણ  વાંચો  -SABARKANTHA : સાબરડેરીના વર્તમાન ચેરમેન અને મેઘરજ બેઠક બિનહરીફ, માન્ય ઉમેદવારોને મેન્ડેટનું ટેન્શન શરૂ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.