Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harsh Sanghavi: ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ જાહેર જનતા સાથે મનાવી

Harsh Sanghavi: ગુજરાત રાજ્યમાં 14 જાન્યુઆરીનો દિવસ અમૂલ્ય દિવસ તરીકે ગણવામાં આવે છે. આ દિવસે ગુજરાત રાજ્યમાં લોકો હર્ષો-ઉલ્લાસથી ઉતરાયણના પાવન પર્વની ઉજવણી કરે છે. ત્યારે ઉત્તરાયણના દિવસે રાજ્ય સહિત સૌ લોકો પોતાના પરિવારજનો અને દોસ્તો સાથે આ દિવસની ઉજવણી...
harsh sanghavi  ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ જાહેર જનતા સાથે મનાવી

Harsh Sanghavi: ગુજરાત રાજ્યમાં 14 જાન્યુઆરીનો દિવસ અમૂલ્ય દિવસ તરીકે ગણવામાં આવે છે. આ દિવસે ગુજરાત રાજ્યમાં લોકો હર્ષો-ઉલ્લાસથી ઉતરાયણના પાવન પર્વની ઉજવણી કરે છે. ત્યારે ઉત્તરાયણના દિવસે રાજ્ય સહિત સૌ લોકો પોતાના પરિવારજનો અને દોસ્તો સાથે આ દિવસની ઉજવણી કરી છે.

Advertisement

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ જાહેર જનતા સાથે મનાવી

ત્યારે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણના પાવન પર્વની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી છે. તે ઉપરાંત તેઓ મજુરા વિધાનસભાથી સાંસદ તરીકે ચૂંટાયેલા છે. તેથી તેમણે આ પર્વની ઉજવણી મજુરા વિધાનસભાના કાર્યકારો અને સ્થાનિક લોકો સાથે કરી હતી. તે ઉપરાંત તેમણે આ પર્વને સંબોધીને નિવેદન જાહેર કર્યું હતું.

Advertisement

તેમના કહ્યા પ્રમાણે, રાજ્યમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ પર રોક હોવા છતાં, લોકો આ દોરીના ઉપયાગકર્તાને કારણે જાનહાનીનો સામનો કરી રહ્યા છે. તે ઉપરાંત ગૃહ મંત્રીએ જાહેર જનતાને એક ખાસ અપીલ કરી હતી. તેના અંતર્ગત જ્યારે દિવસ પૂર્ણ થાય ત્યારે આપણે બધા બહાર નીકળીયે કે પછી રસ્તા પર જતા કોઈ દોરી નજરે આવે, તો તેને બાજુ પર કરવી જોઈએ. તેના કારણે અનેક લોકોનો જીવ બચી જશે.

વિદેશી પતંગબાજોએ રાજ્યમાં ઉતરાયણની મજા માણી

ગુજરાતમાં રાજ્યમાં દર વર્ષે દેશ વિદેશથી લોકો ઉત્તરાયણની મજા માણવા આવતા હોય છે. તે ઉપરાંત ગુજરાતમાં વિવિધ સ્થળ પર પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત ગુજરાતના કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ વિદેશી લોકો દ્વારા પતંગબાજી કરવામાં આવે છે. તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં વિવિધ મહાનુભાવો ઉતરાયણની મજા માણવા માટે આવે છે.

Advertisement

આ પણ વાંચો: Kite Festival News: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના સાબરમતીમાં પેચ લડાવ્યા

Tags :
Advertisement

.