Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ, પટેલ અને ક્ષત્રિય સમાજ વિશે કહ્યું...

ચૂંટણીનો સમય આવે અને નેતાઓની જીભ ન લપસે તેવું કેવી રીતે બને. એક પછી એક નેતાઓ પોતાના વિવાદિત બોલ (Controversial Statement) ના કારણે ચર્ચામાં આવી રહ્યા છે. ગઇકાલે રાહુલ ગાંધી (Rahul Gandhi) ના વિવાદિત નિવેદનની ચર્ચાઓ થઇ રહી હતી તો...
રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ  પટેલ અને ક્ષત્રિય સમાજ વિશે કહ્યું

ચૂંટણીનો સમય આવે અને નેતાઓની જીભ ન લપસે તેવું કેવી રીતે બને. એક પછી એક નેતાઓ પોતાના વિવાદિત બોલ (Controversial Statement) ના કારણે ચર્ચામાં આવી રહ્યા છે. ગઇકાલે રાહુલ ગાંધી (Rahul Gandhi) ના વિવાદિત નિવેદનની ચર્ચાઓ થઇ રહી હતી તો આજે હવે કોંગ્રેસના રાજકોટના લોકસભાના ઉમેદવાર (Congress' Rajkot Lok Sabha Candidate) પરેશ ધાનાણી (Paresh Dhanana) એ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. પરેશ ધાનાણી (Paresh Dhanana) એ પટલે સમાજ અને ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) ને લઇને એક નિવેદન આપ્યું છે જે કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની શકે છે. શું કહ્યું પરેશ ધાનાણી (Paresh Dhanana) એ આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

પરેશ ધાનાણી નું વિવાદિત નિવેદન

કહેવાય છે કે, નેતાઓને એકવાર તમે માઈક આપી દો અને પછી જુઓ શું થાય છે, કલાકો સુધી બોલવાનું કહેવામાં આવે તો પણ નેતાઓ પાછળ ન રહે. પણ ક્યારેક નેતાઓ વિવાદાસ્પદ નિવેદન પણ આપી દેતા હોય છે, જે તેમના માટે અને તેમની પાર્ટી માટે મોટું સંકટ બની જાય છે. આવું જ કઇંક રાહુલ ગાંધીએ કર્યું અને પાર્ટી માટે મોટું સંકટ ઉભુ કર્યું. પણ રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાગ્યા પર મીંઠું ભભરવાનું કામ કર્યું હોય તેવું ચર્ચામાં આવ્યું છે. તેમણે એક સભા દરમિયાન પટેલ સમાજ અને બાપુ એટલે કે ક્ષત્રિય સમાજ માટે હરખ પદુડા શબ્દનો ઉપયોગ કર્યો હતો. પરેશ ધાનાણીએ વર્ષ 1995 નું ઉદાહરણ આપી કહ્યું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું ત્યારે પટેલ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બી ને 10 ડોલ પાણી પાયું, વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા, બધા સમાજનો વારો આવી ગયો, બાપુ બચ્યા હતા તો હવે તે પણ ઝપટે ચડ્યા.

રાહુલ ગાંધીનું રાજપૂત સમાજને લઈને વિવાદિત નિવેદન

લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બાકી રાજ્યોમાં ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સિવાય કોંગ્રેસ પણ પ્રચાર કરી રહીં છે. નોંધનીય છે કે, કોંગ્રેસના નેતાઓના નિવેદનો ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ અત્યારે તો રાહુલ ગાંધીએ એક ભાષણમાં કરેલી વાત ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાહુલ ગાંધી પોતાના ચૂંટણી ભાષણોમાં ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ રાહુલ ગાંધી એવું બોલી ગયા છે કે, જેથી તેમના પર રાજપૂત સમાજ નારાજ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, એક સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધી પોતાના વાણી પરનો કાબુ ગુમાવી બેઠા અને રાજપૂત સમાજ વિશે વિવાદિત શબ્દો બોલી દીધા હતા. પોતાના ચૂંટણીલક્ષી ભાષણમાં તેમણે રાજા-મહારાજાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. જેથી રાજપૂત સમાજ ભડકી ગયો છે. અત્યારે રાહુલ ગાંધીના આ નિવેદન બાદ મોટા વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Advertisement

રાહુલ ગાંધી પર રાજપૂત સમાજનો આક્રોશ

રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણીલક્ષી ભાષણમાં કહ્યું કે, ‘પહેલા દેશમાં રાજા-મહારાજાઓનું રાજ હતું. તેઓ જે મનમાં આવે તેમ કરતા હતા. જો કોઈની જમીનની જરૂર હોય તો તે બળજબરીથી લઈ લેતા હતા.’ જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેસાયો છે. આ નિવેદન બાબતે રાજપૂત સમાજનું કહેવું છે કે, ‘શું રાહુલ ગાંધી પહેલાના રાજાઓને તાનાશાહ માને છે? રાજપૂત સમાજના રાજાઓએ હંમેશા પોતાની પ્રજાના હિતમાં કાર્યો કર્યા છે. તેમની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું છે. તેવામાં રાહુલ ગાંધીનું આ નિવેદન નિંદનીય છે.’

Advertisement

આ પણ વાંચો - Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન સામે ક્ષત્રિયોમાં આક્રોશ, વાંચો કોણે શું કહ્યું ?

આ પણ વાંચો - Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, કહ્યું આનો જવાબ મળશે!

Tags :
Advertisement

.