ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મધુ શ્રીવાસ્તવનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટ, જુઓ Video

ભાજપ (BJP) સાથે છેડો ફાડનાર અને દબંગ નેતા તરીકે ઓળખ મેળવનારા મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastav) નો વધુ એકવાર બફાટ કરતો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. ભાજપથી છુટા થયા બાદથી તેઓ તે પાર્ટી વિશે ઘણીવાર નિવેદન આપી ચુક્યા છે પણ...
05:21 PM Apr 10, 2024 IST | Hardik Shah
Madhu Srivastav Viral Video

ભાજપ (BJP) સાથે છેડો ફાડનાર અને દબંગ નેતા તરીકે ઓળખ મેળવનારા મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastav) નો વધુ એકવાર બફાટ કરતો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. ભાજપથી છુટા થયા બાદથી તેઓ તે પાર્ટી વિશે ઘણીવાર નિવેદન આપી ચુક્યા છે પણ હવે તેમનો કોંગ્રેસ પાર્ટી (Congress party) વિરુદ્ધનો બફાટ કરતો વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કહે છે કે કોંગ્રેસ મારાથી ડરે (afraid) છે.

મધુ શ્રીવાસ્તવથી ડરે છે કોંગ્રેસ ?

પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઘણીવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં બની રહે છે. આ વખતે એકવાર ફરી તેઓ કઇંક એવું બોલ્યા છે કે જે ખૂબ વાયરલ થયું છે. આ વખતે તેઓ ભાજપ વિરુદ્ધ નહીં પણ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને ડર છે કે જો મધુભાઈને ટિકિટ આપી અને જો તેઓ જીતી ગયા તો તેમને સંભાળશે કોણ? ભાજપ જો તેમને સંભાળી ન શકતા હોય તો કોંગ્રેસ પાર્ટી કેવી રીતે તેમને સંભાળે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે તેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મીટિંગ કરી હતી તે પછી તેમણે કહ્યું હતું કે, ટિકિટ તો મારા ગજવામાં છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સિવાયની કોઇપણ પાર્ટીના બેનર હેઠળ તેઓ ચૂંટણી લડવા તૈયાર છે. તેટલું જ નહીં તેમણે તે પણ ઉમેર્યું કે, જો મને કોઈ પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ.

ભાજપથી કેમ છુટા થયા ?

વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમા ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી તેમના સ્થાને અશ્વિન પટેલને ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી. કહેવાય છે કે, તેઓ ત્યારથી જ ભાજપથી નારાજ છે અને આ જ કારણ છે કે તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. બેબાક મધુ શ્રીવાસ્તવના રાજકારણના કારકિર્દીની જો વાત કરીએ તો તેઓ 2022 પહેલા સતત 6 ટર્મથી ધારાસભ્ય રહ્યા હતા. જોકે, મધુ શ્રીવાસ્તવે થોડા મહિનાઓ પહેલા જ વિધાનસભાની ટિકિટ મુદ્દે ભાજપ સામે તેમનો રોષ વ્યક્ત કરતા ધમકી ઉચ્ચારી હતી અને વડોદરા સાંસદ પર પોતાની ટિકિટ કાપવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારથી જ લાગી રહ્યુ હતુ કે 2024ની લોકસભા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ કંઈક નવાજૂની કરશે. જેના પણ હાલ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

આ પણ વાંચો - GUJARAT ELECTION: મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે ફેંક્યો ખુલ્લો પડકાર,કહી આ મોટી વાત

આ પણ વાંચો - VADODARA : બાહુબલી મધુ શ્રીવાસ્તવની ધારાસભ્ય અને સાંસદ બંને ચૂંટણી લડવાની તૈયારી, જાણો કોને ટેકો આપશે

Tags :
2024 Lok Sabha Election2024 Lok Sabha ElectionsAfraidBJPCongress is afraid of meCongress PartyGujaratGujarat FirstGujarat NewsGujarati NewsLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionMadhu SrivastavVadodaraVadodara NewsVideoVideo Viral
Next Article